ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી એ ૐ તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ – ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે બરોલી-તણખલા ગામે રહેતા દિનેશભાઇ દિતીયાભાઇ ભીલ રહે,બરોલી-તણખલા તા.કવાંટ જી.છોટાઉદેપુરનાઓના રહેણાંક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિ.રૂ.૪૪,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

