આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર શ્રી રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.
આ અંગે કલેક્ટરશ્રી રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી માછીમારોને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરીને દરિયાને પ્રદૂષિત થતો અટકાવવો જરૂરી છે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ મતદાર બાકી ન રહે એ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
હા તો કે આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી ,નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી.બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
