Gujarat

 52 ગજની ધજા સાથે 29 વર્ષથી નિરંતર ચાલતા સંઘનું અંબાજી પ્રયાણ  

માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા  ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ આશિષભાઈ શર્મા અને રાજુભાઇ પટેલ તેમજ સંકલન સમિતિના અથાગ આયોજન દ્વારા છેલ્લા 29 વર્ષથી નિરંતર 52 ગજની ધજા સાથે એકમના રોજ અંબાજી માં અંબાના દર્શને પ્રયાણ કરે છે. આજે આ સંઘ દ્વારા અંબાજી જવા આરતી અને ગરબા સાથે પ્રયાણ કરવામાં આવ્યું હતું. આશરે 130 જેટલા સભ્યો એક્સહ મળી પૂનમના રોજ પગપાળા અંબાજી પહોંચે છે અને માતાજીના સાનિધ્યમાં ધજા ચઢાવવામાં આવશે. કોરોનાનો કપરો કાળ હતો પરંતુ આ વ્યાસવાડી સંઘ દ્વારા નિરંતર 52 ગજની ધજા માં અંબાને ચઢાવવાનો ક્રમ અને પરંપરા જાળવી રાખેલ છે. લાખ્ખોની સંખ્યામાં માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના માં અંબાના દર્શને પધારશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.
[29/08, 7:59 am] Sanjiv Rajput-GNA NEWS: અમદાવાદ ખાતે એચપીસીએલ દ્વારા પાવર 99 રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોનું આયોજન કરાયું.
જીએનએ અમદાવાદ:  હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અમદાવાદ રિટેલ રિજન દ્વારા ઓટો કાર ઈન્ડિયાના કોરસસ્પોન્ડન્ટસનો એચપી ઓટો કેર સેન્ટર-બોડકદેવ અમદાવાદ ખાતે પાવર 99રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોપ હતો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ વતી ડીજીએમ શ્રી સ્વપ્નિલ અત્તરદે, લોયલ્ટી-હાઈવે રિટેલિંગ – NWZ શ્રી કુમાર ઐયર, શ્રી સત્યા કાકુટે, શ્રી વૈભવ શ્રીવાસ્તવ, શ્રી આશિષ વર્મા, શ્રી રાજેન્દ્ર રંગવાણી, શ્રી સિદ્ધાર્થ ગોપે સાહેબ, ફૈઝાન સાહેબ તથા અન્ય ઓફિસરો તથા ડીલર મિત્રોમાં નિલેશ ઠક્કર કેસર પેટ્રોલિયમ , આતિરહુસૈન મન્સુરી કિસ્વા પેટ્રોલિયમ  તથા અન્ય ડીલર મિત્રોએ તેમનું સ્વાગત કર્યું હતું.
 બાઇક ચાલકોને સન્માનિત કરાયા હતા.  બાઇકર્સે HP PAY-સ્પિનિંગ વ્હીલ પર તેમના નસીબનો સ્ટ્રોક અજમાવ્યો હતો. તેઓએ પાવર 99 પર સવારી કરવાનો અનુભવ વ્યક્ત કર્યો. તેઓએ પાવર 99 કેક કટિંગ કર્યા પછી   ટેન્ક ટોપ અપ કરી હતી અને તેમના આવનાર ડેસ્ટિનેશન માટે ફ્લેગ બતાવવામાં આવ્યો હતો.
  ડીલરો મિત્રો  અને  પાવર 99 ગ્રાહકોએ પણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વૈભવ શ્રીવાસ્તવ  દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર સંજીવ રાજપૂત

IMG-20220829-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *