Gujarat

ટ્રેલરે બાઈકને ટક્કર મારતા દિયર-ભાભીનું મોત નીપજ્યું

પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ખટકપુર ગામના વણઝારા ફળીયામાં રહેતા પ્રતિકભાઈ વણઝારા બાઈક પર તેમના ભાભી દક્ષાબેન વણઝારાને લઈને પોતાના ઘર તરફ આવતા હતા. તે સમયે સરકારી રેફરલ હોસ્પિટલની સામે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા રાજસ્થાન પાર્સિગના સિમેન્ટના ટ્રેલરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. તેઓ ટ્રકની નીચે આવી જતા તેમનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પણ તેને ટોલનાકા પાસે પકડી પાડવામા આવ્યો હોવાની પણ માહિતી મળી છે. બનાવની જાણ તેમના પરીવારજનોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. પોલીસની ટીમે બનાવ સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર બપોરના સુમારે એક રાજસ્થાન પાર્સિંગના સિમેન્ટના ટ્રેલરના ચાલકે બાઈક પર સવાર મહિલા અને પુરુષને અડફેટે લેતાં તેમનું કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે ટ્રેલર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. મરણ જનાર બંને દિયર અને ભાભી હોવાની માહિતી મળી છે. અકસ્માતની જાણ પરિવારને થતાં તેઓ શહેરા ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં તેમણે ઘટનાસ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *