સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આજ રોજ વેરાવળ ખાતે શહેરના સામાજિક કાર્યકરો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલ ત્યારે ૯૦ સોમનાથના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ જોડાયેલ તમામ સામાજિક કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખેસ પહેરાવી વિવિધ હોદાઓ આપવામાં આવેલ અને શહેર પ્રમુખશ્રી હર્ષલભાઈ ઋષિ દ્વારા નિમણુક પત્ર આપવામાં આવેલ.
૯૦ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા સંગઠન મજુબત બને તેવા અભિગમથી દિવસેને દિવસે નવા કાર્યકરોને કોંગ્રેસ પક્ષમાં સમાવેશ કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે ત્યારે ગત રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સામાજિક કાર્યકરો કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત જોડાયેલ, જેમાં મુસ્લિમ સમાજના આગેવાન શ્રી હારુંનભાઇ કાલવતને વેરાવળ-પાટણ-ભીડીયા શહેર કોંગ્રેસ મંત્રી તરીકે નિમણુક આપવામાં આવેલ તેમજ ઈસાભાઈ ગઢીયાને વોર્ડ નંબર-૨ ના પેઝ પ્રમુખ તરીકે નિમણુકા આપવામાં આવેલ તથા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ સામાજિક કાર્યકર અને સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવતા તેમજ શહેરના વેપારી વર્ગના સારી એવી છાપ ધરાવતા અને લોકોની સાથે રહી તેના કાર્ય કરાવી નાના લોકોના કામ માટે હંમેશા કાર્યસીલ રહેતા એવા આગેવાન શ્રી જનકભાઇ ધાબલીયાને વેરાવળ પાટણ ભીડીયા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે નિમણુક આપવામાં આવેલ તેમજ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલ સામાજિક કાર્યકર્તા રફીક ઈબ્રાહિમ ભાદરકા,સાદીક ઉંમર ગોહેલ,યુનુસ ઉંમર ગોહેલ,યુસુફ ઉંમર ગોહેલ,ઈમરાન ઈસ્માઈલ પંજા,સબીર અબ્દુલ મુલતાની,આરિફ દાદા ભાદરકા,અલારખા મન્સુરીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વોર્ડના પેઝ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલઅને વેરાવળ-પાટણ-ભીડીયા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષલભાઈ ઋષિ દ્વારા જોડાયેલ કાર્યકરોને નિમણુક પત્ર આપવામાં આવેલ.
આ તકે ગીર સોમનાથ જિલ્લા મહામંત્રીશ્રી ઉમેશભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રી ડો. જીમૂલીયા સાહેબ, તેમજ નરેશભાઇ ચાવડા, દીપકભાઈ ખોરાબાર, ભીખુભાઈ ગઢીયા, પૂર્વ નગરપાલિકા નેતાશ્રી ફારૂકભાઈ બુઢિયા, જિગ્નેશભાઈ ભટ્ટ તેમજ કોંગ્રેસ પક્ષના વિવિધ હોદેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેલ અને ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ હોવાની વિગતો .સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું
