સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિશ્વાસથી વિકાસયાત્રાના સાવરકુંડલા પ્રાંત કક્ષાના ગામોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ જે.વી. મોદી હાઈસ્કુલ સાવરકુંડલા ખાતે સ્થાનિક નેતાઓની હાજરીમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી શ્રી વીવી વઘાસિયા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તથા સ્થાનિક પદાધિકારીશ્રીઓ હાજર રહેલા હતા.


