Gujarat

કાલસારી ગામેથી ૧૬ વર્ષની કિશોરી ગુમ

જૂનાગઢ તા.૧૩ વિસાવદર તાલુકાના કાલસારી ગામે રહેતી ૧૬ વર્ષ ૮ માસની કિશોરી તા.૬/૯/૨૦૨૨ને રાત્રીના પોતાના ઘરેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૧૦ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરીના કપાળ પર જુના લાગેલા ઘા નું નિશાન છે. તેમણે સફેદ કલરની ચોયણી તથા ઝભ્ભો લીલા જેવા દેખાતા રંગનો પહેર્યો છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *