Gujarat

પી.એમ.પોષણ યોજનાના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

ઓલ ગુજરાત રાજય મધ્યાહન ભોજન કમૅચારી મંડળ વતી તથા આ યોજનાના કર્મચારીઓ તથા તેના પરિવાર  પ્રશ્નોને ઉકેલવા વિવિઘ પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપ્યું હતું સાથે  હાલમાં માસીક વેતન ૧૬૦૦, ૧૪૦૦ જેવું નજીવું વેતન ચુકવવામાં આવે છે. હાલમાં જે તે સરકારી કર્મચારીઓને સમયે સમયે વધારો કરી ખુશ કરવામાં આવે છે ત્યારે કર્મચારી તરીકે માંગણી કરી વેતન વધારો કરવા અંગે માંગણી કરી હતી સાથે જે તે વખતો વખત સરકાર ની કોઈપણ જેવી કે ચૂંટણી તથા સરકારને લગત અન્ય કામગીરી માં જોતરી કામ કરાવવામાં આવે છે. તો  સૂચના નું પાલન કરી કામગીરી કરવામાં આવે છે .તો આટલું બધું નવું ૬૦૦ રૂ જેટલું વતન આપી નારાજ કરવામાં આવે છે.
કોરોના કાળ દરમ્યાન પણ શાળાઓ બંધ હોવા છતાં પણ બાળકોને અનાજ વિતરણ કરવા જેવી પણ કામગીરી કરેલ છે.તેવું જણાવ્યું છે હાલમાં મોંઘવારી જોતા આટલા ઓછા માનદ વૈતન સામે સન્માનજનક વેતન આપવામાં આવે આવી આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
ફોટો લાઈન: કર્મચારીઓ નિવાસી અધિક કલેકટરને આવેદન આપતા ત્યારની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220920-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *