Gujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઝાડેશ્વર ગામની કન્યા શાળામાં ગરબા કોમ્પીટીશન યોજઈ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઝાડેશ્વર ગામની કન્યા શાળામાં ગરબા કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ચણિયા ચોલીઓ તથા આભુષણોનું વિતરણ કરવામાં આવ્યું.
     નવરાત્રિ મહોત્સવ માં આંબાની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ પર્વ માં બહેનો નવ દિવસ માં નવદુર્ગા ના ગરબે ઘૂમી માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તે હેતુથી ઝાડેશ્વર ગામની કન્યા શાળામાં ગરબા કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ગરબે ઘુમ્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટ, ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન સવિતાબેન અને અલ્પાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને ચણિયા ચોલી તથા આભુષણો પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યાં હતા,આ વસ્તુઓ મળવાથી વિદ્યાર્થીનીઓ આનંદ વિભોર થઈ ગઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું મહત્વ ખૂબ મોટું છે, આવાં નવરાત્રિ ગરબા ઉત્સવોમાં જો સ્પર્ધાનું આયોજન થાય તો જીવનમાં પણ આનંદ અને ઉત્સાહનું સિંચન થાય છે.આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

IMG-20220930-WA0166.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *