Gujarat

મહેસાણા જિલ્લાની વડાપ્રધાનની મુલાકાતને પગલે મુખ્ય સચિવે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું

મહેસાણા
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાતને પગલે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે મોઢેરાની મુલાકાત લીધી હતી. મહેસાણા જિલ્લાના મોઢેરાની બાજુમાં દેલવાડા ખાતે વડાપ્રધાન એક જનસભા સંબોધવાના છે. આ ઉપરાંત મોઢેશ્વરી માતાના પણ દર્શન કરવાના છે. પ્રધાનમંત્રી મોઢેરા સૂર્યમંદિર ખાતે કાયમી લાઇટિંગ સહિત પ્રોજેક્ટ મેપિંગનું પણ લોકાર્પણ કરવાના છે. જિલ્લામાં નાગરીકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. મહેસાણા જિલ્લામાં અંદાજિત ૬૫૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૧ પ્રોજેક્ટના લોકાર્પણ અને અંદાજે ૨૨૨૦.૩૭ કરોડના ખર્ચે તૈયાર થનારા ૬ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત મળી ૨,૮૭૪.૭૭ કરોડના વિકાસ કામોને ભેટ આપનાર છે. મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને પગલે મુખ્ય સચિવે વિવિધ સ્થળો પર થનાર કાર્યક્રમનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતા. આ પ્રસંગે પ્રવાસન નિગમના સચિવ હારીત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોક પાંડે, એનર્જી અને પેટ્રોલ કેમિકલ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, મહેસાણા જિલ્લાના પ્રભારી સચિવ ધનંજય ત્દ્વિવેદી,માર્ગ અને મકાન વિભાગના અધિકારી, જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીત વાળા ,સહિત જિલ્લાના અધિકારીઓ અને વિવિધ કમિટીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *