કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ડૉ. શ્રી સુભાષ સરકારે જેસીંગપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની મુલાકાત લીધી હતી મંડળી ના પ્રમુખ રાજેશ માંગરોળીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ના માર્ગદર્શન નીચે અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તથા વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી ની આગેવાની માં અમર ડેરીના માધ્યમથી હજારો પશુપાલકોને રોજગારી પુરી પાડવામાં આવે છે દૈનિક અઢી લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરીને રોજની કરોડો રૂપિયાની આવક ડેરી ના માધ્યમથી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા પશુપાલકોના ઘરમાં આવે છે જેના લીધે અમરેલી જિલ્લામાં રોજગારી ની નવી તકો ઉભી થઇ છે.તથા ડેરી મારફત પશુપાલકોને આકસ્મિક વીમા યોજના,વ્યાજબી ભાવે પશુદાણ યોજના,પશુઓને મફત નિદાન અને સારવાર,બીજદાન પ્રવૃત્તિ, વગેરે પશુપાલકોની લાભદાયી યોજનાઓ ની માહિતી લીધી તથા દૂધ મંડળીઓના માધ્યમથી કેવી રીતે દૂધ સંપાદન કરીને ડેરી માં મોકલવાથી લઈને તેના પ્રોસેસિંગ સુધીની જાણકારી તેઓએ મેળવી હતી દૂધ મંડળીમાં દૂધ સંપાદન કરવાની ઓટોમેટિક સિસ્ટમ જોઈને અને મંડળી તથા અમર ડેરીનો પારદર્શિ વહીવટ વિશે સાંભળીને તેઓ ખુબજ પ્રભાવિત થયાં હતા અને દિલીપભાઈ સંઘાણી, પરષોત્તમભાઇ રૂપાલા અને ડેરી ની મેનેજીંગ કમિટી ના વખાણ કર્યા હતા તથા અમરેલી અને ગુજરાત ના સહકારી માળખાને દેશનું સૌથી મજબૂત અને ખેડૂતો તથા પશુપાલકો ના હીત ને ધ્યાનમાં રાખીને કામ કરે છે તેવું જણાવ્યું હતું..
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


