નસવાડીના વસીમ યુનુસ મેમણનું હૃદય ટ્રાન્સપાલ્ટ થયા બાદ તેનું જીવન એકદમ સ્વસ્થ બનતા છોટાઉદેપુર સાસંદ ગીતાબેન રાઠવા શુભેચ્છા મુલાકાત કરી હતી. કાપડનો વેપાર કરતો વસીમ મેમણ એક વખતે મરણ પથારીએ હતો. અને સરકારની મદદ મળતા તેનું હૃદય ટ્રાન્સપાલન્ટ કરાયું હતું. જેમા sasdt, ધારાસભ્ય મદદ રૂપ બન્યા હતા. પરીવારની મુલાકાત સાસંદ લેતા પરિવાર ભાવુક થયો હતો. માતા ફિરોજાબેન મેમણે સાસંદ અને સરકારનો આભાર માની મારા પુત્રને મેં પહેલો જન્મ આપ્યો હતો. પરંતુ સરકારે મદદ કરીને મારા દીકરાનો નવો જન્મ આપ્યો છે કહી ભાવુક થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


