“બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમને વેગ મળે તે હેતુથી જામનગર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા ફેસીલીટર બહેનો માટે પીસી અને પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન માટે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરી દીકરા વચ્ચેના ભેદભાવો દુર થાય અને બંનેને ઉચ્ચ અને ગુણવતાયુક્ત જીવન જીવવા માટે સમાન તક મળે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.એન.ક્ન્નર, જિલ્લા આરસીએચઓ ડો.નુપુરકુમારી પ્રસાદ, જિલ્લા પીએચએન શ્રી જયાબેન રાઠોડ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ પીએનડીટી દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનું આયોજન તાલુકા હેલ્થ ઓફીસર ડો.અલ્તાફ વૈષ્નાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમને સફળ બનાવવા માટે ઝરુભાઈ એમપીએસ, તથા તાલુકા હેલ્થ કચેરીનાં કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


