હાર્દિક કાનાબાર પ્રાચી
ઘંટીયા કામધેનુ ગૌશાળા ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાઘેરા દ્વારા કરાયું આયોજન…
પ્રાચી તીર્થ…
તાલાળા-સુત્રાપાડા મત વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ લમ્પી વાયરસ તથા ગાયોની સારવાર માટે સુત્રાપાડા – તાલાલા વિસ્તારમાં સાતત્ય સહ સેવામાં તત્પર રહેલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પરીવાર તેમજ તે સેવાયજ્ઞમાં આપેલ સેવા ને અનુલક્ષી ને કામધેનુ ગૌશાળા દ્વારા સન્માન સમારો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ સંતો મહંતો, અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આ કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર ની ટીમ નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓની ગૌ સારવાર કેન્દ્ર ની ટીમ ના ડોક્ટરો, ડ્રાઇવર તેમજ કાર્યકરોનું સંતો મહંતો અને મહાનુભવો તથા ગૌ પ્રેમી દ્વારા તેઓનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉલ્લેખનીય છે કેછેલ્લા 2 વર્ષ માં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ સંચાલીત ગૌશાળા વાર કેન્દ્ર દ્વારા તાલાળા, સુત્રાપાડા વિસ્તારમાં ગામોમાં રખડતી ગાયો, બીમાર ગાયો તથા ગૌશાળા ની ગાયો માટે સારવાર કરવામાં આવે છે સાથે સાથે હાલ ગુજરાત ભરમાં પશુ ઢોરમાં લંપી વાયરસ સે ભરડો લીધો હતો ત્યારે ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર દ્વારા આ વિસ્તારમાં ફી વેક્સિનેશન આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ભગવાનભાઈ બારડ સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર ટીમ એ 5500 બિનવારસી અને ગૌશાળાની ગાયોને વેકસીન આપ્યું. 9200 ગાયોની સારવાર કરી છે. આ કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારના લોકો, ગૌ પ્રેમીઓ, જુદી જુદી સંસ્થા, વેપારીઓ, તમામ સમાજ દ્વારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ નું લોકો દ્વારા મોમેન્ટ, ગિફ્ટ, સાલ સહિત સન્માન કરવામાં આવ્યું હતું અને આવી સારી કામગીરી કરવા બદલ લોકો દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં થોડા દિવસ પહેલા તાલાળા તાલુકાના ધાવા ગીર ગામમાં ધેર્યા નામની દીકરી ઉપર અંધશ્રધ્ધામાં થયેલ હત્યામાં તેઓને પણ બે મિનિટનું મોનપાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મટાણા પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ, ભૂલેશ્વર આશ્રમના ફલાહારી બાપુ કમલાચરણ બાપુ,લોઢવા ના તપસ્વી બાપુ ની જગ્યા ના મહંત વિક્રમગીરીબાપુ, બાણેજ ના જગદ્રગની આશ્રમ મહંત ગુરુ સરસ્વતીદાસ બાપુ ઉર્ફે રાળીયા બાપુ જમજીગીર તથા સુત્રાપાડા તાલાલા વિસ્તારમાં થી પશુપાલકો, ખેડૂતો, રાજકીય આગેવાનો તથાબહોળી સંખ્યામાં લોકો ની વિશાળ હાજરી જોવા મળી હતી અને ગૌ પ્રેમીઓ હાજર રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામધેનુ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મહેન્દ્રભાઈ નાઘેરા ઉપપ્રમુખ હિતેશભાઈ પંડ્યા તથા મંત્રી બાલુભાઈ ઝાલા તેમજ ઘંટીયા પ્રાચી ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલક શ્રી કામધેનુ ગૌશાળા ઘંટીયા પ્રાચી ની ટીમ ના યુવાનો કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ નું પણ આયોજન કરાયું હતું..
