Gujarat

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ એમ.ફાર્મ, ડી.ફાર્મ તથા બી.ફાર્મના અભ્યાસક્રમની પરીક્ષાના પરિણામ જાહેર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ ૨૦૨૨માં લેવાયેલ એમ.ફાર્મ અભ્યાસક્રમના પ્રથમ અને અંતિમ વર્ષની પરીક્ષાનું ૧૦૦% પરિણામ આવેલ છે. તેમજ ઓગસ્ટ ૨૦૨૨ માં લેવાયેલ ડી.ફાર્મ અભ્યાસક્રમ તથા બી.ફાર્મ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વર્ષ જૂના અભ્યાસક્રમનું ૧૦૦%, નવા અભ્યાક્રમમું ૩૯.૨% પરિણામ, ડી.ફાર્મ અંતિમ વર્ષનું ૫૬% પરિણામ આવેલ છે. તથા બી. ફાર્મ પ્રથમ વર્ષનું ૬૬.૯૭%, બીજા વર્ષનું ૨૭.૦૮% તથા ત્રીજા વર્ષનું ૫૫.૨૬% પરિણામ આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *