વિજાપુર શહેરના અભુજી નગરમાં રોહિત વાસ અને દેવીપૂજક વાસની નજીક આવેલા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારના વીસથી પચ્ચીસ ઘરોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાણીનો ફોર્સ ઘણો ઓછો છે. તેમણે પાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અભુજી નગરના […]
Author: Admin Admin
ભિલોડામાં વીજળી પડતાં 2 યુવકનાં, પાટણમાં કડાકાથી ડરી ગયેલી યુવતીનું મોત
ઉત્તર ગુજરાતમાં સોમવારે 39 તાલુકામાં સવા ઇંચ સુધીના વરસાદ વચ્ચે 3 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં ભિલોડામાં 2 યુવકનું વીજળી પડવાથી અને પાટણમાં વીજળી બાદ કડાકાથી ડરી ગયેલી યુવતીનું હાર્ટએટેકથી મોત થયું હતું. જ્યારે મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં 2 થી 8 મીમીનો વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રે મહેસાણા, બહુચરાજી, ખેરાલુ સહિતના વિસ્તારોમાં […]
વીજળી-વાવાઝોડાથી 7 પશુના મોત, આગામી 5 દિવસ વરસાદની આગાહી
મહેસાણા જિલ્લામાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સોમવાર રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કડીમાં એક ઈંચ, બેચરાજીમાં પોણો ઈંચ, જોટાણામાં સવા ઈંચ, મહેસાણામાં એક ઈંચ અને વિજાપુર પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ […]
આતંકવાદ સામેના પગલાંને નાગરિકોએ આપ્યું સમર્થન, કહ્યું – યોગ્ય જવાબ
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓ પર કરેલા હુમલામાં 36 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાનના આતંકી સંગઠનો સામે એરસ્ટ્રાઈક કરીને જવાબી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંગે ભુજના નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. શહેરમાં લોકોએ આ ઘટનાને દિવાળી સાથે સરખાવી એકબીજાને હેપ્પી દિવાલી કહેતા જોવા મળ્યા છે. સ્થાનિક રહેવાસી અયુબ પઠાણે […]
ભાણવડમાં સગીરને બાઈક આપનાર સામે ગુનો, હદપાર શખસની ધરપકડ, 7 માછીમાર સામે કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદાના ઉલ્લંઘન સામે પોલીસે વિવિધ કાર્યવાહી કરી છે. ભાણવડમાં પોલીસે ત્રણ પાટિયા પાસેથી સગીર વયના બાઈક ચાલકને ઝડપ્યો હતો. આ બાઈકના માલિક હિતેશભાઈ સિંગરખીયા (24) સામે સગીરને વાહન આપવા બદલ એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાંથી હદપાર કરાયેલા પ્રવીણ વસંતભાઈ રાઠોડ (42)ને પોલીસે પકડી પાડ્યો છે. એસડીએમના હુકમનો […]
મીઠાપુર કેન્દ્રમાં 100%, જિલ્લામાં 95.69% વિદ્યાર્થીઓ પાસ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ 12ની ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જિલ્લાનું સમગ્ર પરિણામ 95.69% આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યનું પરિણામ ગત વર્ષના 91.93%થી વધીને 93.07% થયું છે. મીઠાપુર કેન્દ્રે 100% પરિણામ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અન્ય કેન્દ્રોમાં ભાણવડે 98.13%, ભાટિયાએ 97.81%, ખંભાળિયાએ 95.25%, કલ્યાણપુરે 94.17% અને દ્વારકાએ 86.90% […]
મગજ, મણકા અને ઘૂંટણની સર્જરી માટે 28 દર્દીઓની તપાસ કરાઈ
ખંભાળિયામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાધે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મગજ, મણકાની સર્જરી, ઘૂંટણ રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના દર્દીઓની તપાસણી કરવામાં આવી. કેમ્પમાં ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત સર્જન ડો. સાગર ઘોડાસરા અને ડો. કૃપેન ટેઈલરે 28 દર્દીઓની તપાસણી કરી. તેમણે દર્દીઓને તેમની […]
ગોવર્ધનનાથજી, શામળશા શેઠ અને આશાપુરા મંદિરે પુષ્પશૃંગાર અને છપ્પન ભોગનું આયોજન
દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા ગોવર્ધનનાથજી મંદિર, શામળશા શેઠ મંદિર અને કુલઅંબા શ્રી આશાપુરા માતાજી મંદિરે તા. 6 મે, 2025ના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગોવર્ધનનાથજી મંદિરે સાંજે 5:30 કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. મહાપ્રભુજીની બેઠક સામે આવેલા શેઠ મંદિર અને ભદ્રકાલી મંદિર પરિસરમાં પુષ્પ શૃંગાર દર્શન મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. શામળશા શેઠ મંદિરે […]
આરોપી સહિત તેના પિતા અને ભાઈની ધરપકડ
ખંભાળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 23 વર્ષની યુવતી પર છરી વડે હુમલો કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે વિશલો પારીયા (27) યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા, ગત ગુરુવારે રાત્રે વિશાલે તેણીને રસ્તામાં અટકાવી. તેણે યુવતીના શરીર પર […]
ખેડૂતોને પાક બચાવવા તાત્કાલિક પગલાં લેવા સૂચના, ખેતપેદાશો સુરક્ષિત રાખવા અપીલ
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે. 9 મે સુધી દ્વારકા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ખેડૂતોને પાકના રક્ષણ માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાનું કહેવામાં આવ્યું છે. જો આવું શક્ય ન હોય તો પ્લાસ્ટિક […]










