શનિવારે નારાયણ સરોવરની બજારો બંધ રહેતાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.બે દિવસ પહેલા જ અરબ સાગર કિનારે પ્રાચીન મંદિર કોટેશ્વર ભાવિકો માટે બંધ કરવામાં આવ્યું હતું, જો કે, નારાયણ સરોવર મંદિર ખુલ્લું રહેતા એકલદોકલ તેમજ વહેલી સવારે શનિવારના લક્ઝરી બસના ભાવિકો નારાયણ સરોવર પહોંચ્યા હતા. તીર્થધામ નારાયણ સરોવરમાં વહેલી સવારે ભાવિકો, ગ્રામજનોની ચહલ-પહલ જોવા […]
Author: Admin Admin
325 કિલો વજનનું તાંબાનું 21 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થાપિત કરાયું
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલા બહુચર માતાજીના પ્રાચીન મંદિરમાં એક નવું આકર્ષણ ઉમેરાયું છે. અહીં 325 કિલોગ્રામ તાંબામાંથી બનાવેલું 21 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ત્રિશૂળ ગુજરાતમાં પ્રથમ છે. આરસપહાણની પીઠિકા સાથે ત્રિશૂળની કુલ ઊંચાઇ 31 ફૂટની છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા […]
ગીર સોમનાથના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જલાભિષેક અને ધ્વજા પૂજા કરી ચાર્જ સંભાળ્યો
ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેકટર એન.વી. ઉપાધ્યાયે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. તેમણે જલાભિષેક સાથે ધ્વજા પૂજા પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું. તેમને પ્રસાદ અને સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. કલેક્ટર ઉપાધ્યાયે ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે જિલ્લાના સર્વાંગી […]
માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી, આપ નેતા પ્રવીણ રામની તાત્કાલિક વળતરની માગ
ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાતાવરણની વિપરીત પરિસ્થિતિએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માગણી કરી છે. પ્રવીણ રામના જણાવ્યા અનુસાર, માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70-80 ટકા પાક નિષ્ફળ ગયો હતો. હવે માવઠાના કારણે બાકીનો 20 ટકા પાક પણ નષ્ટ થઈ […]
દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત પેટ્રોલિંગ, બોટ ચેકિંગ અને નિરીક્ષણ વધારાયું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ સેલની રચના કરવામાં આવી છે. મંદિર પરિસરની આસપાસ જિલ્લા પોલીસ અને મરીન […]
કમોસમી વરસાદથી ખેડૂતો અને માછીમારોને થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર આપવા માંગ
સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકો અને માછીમારોની બોટમાં રહેલા ડીઝલ-બરફના નુકસાન અંગે સર્વે કરવા માગ કરી છે. સોમનાથ વિધાનસભા મત વિસ્તાર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 90% લોકો ખેતી કરે છે. છેલ્લા બે દિવસના કમોસમી વરસાદથી કેરી, […]
123 લાભાર્થીઓને 39.96 લાખની સહાય અપાઈ, આંબેડકર આવાસ અને કુંવરબાઈના મામેરાનો સમાવેશ
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિ અને સમાજ કલ્યાણ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 123 લાભાર્થીઓને સહાય આપવામાં આવી. ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ 70 લાભાર્થીઓને રૂ. 33.60 લાખની સહાય આપવામાં આવી. કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત 53 લાભાર્થીઓને રૂ. […]
સોમપુરા તીર્થ પુરોહિતોએ કરી શોડશોપચાર પૂજા, સેનાની શક્તિ વધે તેવી પ્રાર્થના
જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં ભારતીય સેનાના જવાનોની સુરક્ષા માટે વિશેષ પૂજાનું આયોજન થયું હતું. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટની આગેવાનીમાં ભગવાન સોમનાથ મહાદેવની શોડશોપચાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. હેમલ ભટ્ટે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ આતંકવાદીઓને મજબૂત જવાબ આપ્યો છે. સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ વિશેષ પૂજાનો […]
નડાબેટમાં બે બોમ્બ ફાટ્યા ને પોલીસ જવાનોએ રસ્તાઓ ઉપર મોર્ચો સંભળાયો
પાલનપુર,વાવ,અંબાજી બનાસકાંઠા જિલ્લામાં 40 મિનિટમાં 3 સ્થળે બચાવ કામગીરીના ભાગરૂપે મોકડ્રીલ કરાઈ હતી. ચંડીસર : ઓપરેશન અભ્યાસના ભાગરૂપે સિવિલ ડિફેન્સની લોકોમાં જાગૃતિ માટે ચંડીસર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. આ ડ્રીલના માધ્યમથી HPCL જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. સાંજે 5ને 17 કલાકે એચપીસીએલ […]
શિક્ષણ વિભાગનો આદેશ: નવા સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવું પડશે
મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ફાયર સેફટીના અભાવને લઈને મોટું પગલું લીધું છે. વિભાગે 38 ખાનગી પ્રાથમિક શાળાઓને નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ આપ્યો છે. વારંવાર નોટિસ અને સૂચનાઓ છતાં આ શાળાઓએ ફાયર સેફટીના સાધનો લગાવ્યા નથી. જેમાં મહેસાણાની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ શાળા, કે.કે.પ્રાઇમરી, વિવેકાનંદ પ્રાઇમરી અને સિદ્ધાર્થ પ્રાઇમરી જેવી જૂની શાળાઓનો સમાવેશ […]










