જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગ્રત થાય તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્ગ યોજાયો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાધનને શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ […]
Author: JKJGS
શિવનગરમાં ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા જતા યુવકો પર તલવાર-છરીથી હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત
ભાવનગરના શિવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગની આમંત્રણ પત્રિકા આપવા ગયેલા ટેમ્પો ચાલક યુવક અને તેના મિત્ર પર પાડોશીઓએ તલવાર, છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે […]
ભાવનગર LCB એ દારૂ કેસના ફરાર આરોપીને ઝડપ્યો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી તળાજા પંથકમાંથી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર રેન્જ, અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને […]
બે યુવતીએ યુવકના ફ્લેટે પહોંચી હોબાળો કર્યો; બહેન-માતા વચ્ચે પડતા ઝપાઝપી કરી
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની બાબતને લઈને ભારે હોબાળો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક સાથે લગ્ન કરવાની જીદ લઈને બે યુવતીઓ મધ્યરાત્રિએ તેના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. યુવકના પરિવારજનોએ સમજાવવાનો પ્રયાસ કરતાં બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળાગાળી કરીને યુવકની માતા તથા બહેન સાથે ઝપાઝપી કરી […]
જામનગરમાં શનિ જયંતીની ઉજવણી
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ અવસરે મંદિરમાં શ્રી શનૈશ્વર દેવનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હવન અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તમામ ધાર્મિક કાર્યક્રમોના સમાપન બાદ, ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું […]
જામનગરમાં જનગણના માટેની શરૂ થયેલી બીજી બેન્ચીંસને બુકલેટ-સમય સળંગ કરવામાં આવ્યો
જામનગર શહેરમાં જનગણના-2027ની કામગીરી માટે શહેરમાં 1200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બે વિભાગમાં 600-600 શિક્ષકોની બે બેન્ચ બનાવી હતી. જેમાં પ્રથમ બેંચમાં બુકલેટ વગર જ તાલીમ આપવામાં આવી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જ તંત્ર સફાળુ જાગ્યું છે. શનિવારથી શરૂ થયેલી બીજી બેન્ચમાં તમામ શિક્ષકોને બુકલેટ આપી દેવામાં આવી છે. તેમજ સમય પણ […]
જામનગરની ઠેબા ચોકડી પાસે ગંભીર અકસ્માત
જામનગર શહેરની ઠેબા ચોકડી પાસે ગઈ મોડી રાત્રે એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે પાંચથી વધુ વાહનોને હડફેટે લીધા હતા, જેમાં એક બાઇક ચાલક ઘાયલ થયો હતો. આ ઘટના ઠેબા ચોકડી નજીક બારાડી પેટ્રોલ પંપ પાસે બની હતી. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે […]
કલેક્ટરે લોકપ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પોતાના મતવિસ્તારના અનેક લોકપ્રશ્નો અને વહીવટી રજૂઆતો રજૂ કરી હતી. […]
જામજોધપુરમાં 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળીને 19 વર્ષીય યુવકે ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધો હતો. ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ ધંધુકીયા (ઉ.વ.19), રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર તરીકે થઈ છે. આ બનાવ અંગે તેમના પિતા […]
આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત
રાજ્યમાં ઘટતા વસ્તી વૃદ્ધિ દરથી ચિંતિત મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વધુ બાળકોને જન્મ આપનાર માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની સરકારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઘટતા વસ્તી વૃદ્ધિ દરથી ચિંતિત મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે. નવી સ્કીમ હેઠળ, હવે પરિવારમાં […]










