Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે પોરબંદર કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર ખાતે […]

Gujarat

હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાની અધ્યક્ષતામાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ

સાબરકાંઠામાં ‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન હેઠળ એસ.એમ.સી. કીટનું લોકાર્પણ કરાયું વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા પાયાની: મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ગાંધી જયંતીના પવિત્ર અવસરે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. […]

Gujarat

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વચ્ચે મુસાફરો માટે એક ખુબ મોટા અને સારા સમાચાર આવ્યા છે જેમાં, રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સેવા સપ્તાહમાં છ દિવસ કાર્યરત રહેશે, જે બંને […]

Gujarat

અમરેલીના વડિયા તાલુકામાં ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી

અમરેલીમાં આવેલ વડિયા તાલુકાના અરજણસુખ ગામના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા થોડા દિવસોમાં કૂલ ૫ લોકો પર હુમલો કર્યા બાદ સિંહણને વન વિભાગ દ્વારા ઝડપીને પાંજરે પુરવામાં આવી છે. સિંહણની આક્રમક સ્થિતિ વચ્ચે વન વિભાગની ટીમે જીવના જાેખમે સિંહણને પકડી પાડી હતી. સિંહણને વન વિભાગની ટીમે ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પુરી હતી. સિંહણના […]

Gujarat

પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સારવાર સિવિલમાં થઈ સંપૂર્ણ નિ:શુલ્ક

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગની મોટી સફળતા: બે અત્યંત ગંભીર નવજાત શિશુઓને મળ્યું નવજીવન ૨૬ અઠવાડિયે જન્મેલા માત્ર ૧ કિલો વજન ધરાવતા પ્રિમેચ્યોર બાળક અને ગંભીર બેક્ટેરિયલ ચેપથી પીડિત નવજાતને સઘન સારવાર બાદ સ્વસ્થ કરી ઘરે મોકલાયા અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની તબીબી નિપુણતા, આધુનિક સારવાર અને દિવસ-રાતની મહેનતને પરિણામે અત્યંત […]

Gujarat

કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય સુરત દ્વારા ભરૂચમાં આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શન’નું રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ઉદ્ઘાટન

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનને રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્યશ્રી રિતેશ વસાવા સહિતના મહાનુભાવોએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ અને દુરંદેશી […]

Entertainment

બાલીમાં નુશરત ભરૂચાને કરોડરજ્જુમાં ફ્રેક્ચર, મુંબઈમાં સર્જરી થશે

બોલીવુડ અભિનેત્રી નુશરત ભરૂચા બાલીમાં એક અકસ્માતનો ભોગ બની છે, જ્યાં તે કામ અને રજાઓ માણવા માટે ગઈ હતી. તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. અભિનેત્રી હાલમાં બાલીની હોસ્પિટલમાં દાખલ છે અને તબીબી દેખરેખ હેઠળ છે. નુશરત ભરૂચાની કરોડરજ્જુમાં ફ્રેક્ચર નુશરતની ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડોક્ટરો દ્વારા વધુ તપાસ બાદ તેની કરોડરજ્જુની સર્જરી કરવામાં […]

Sports

ભારતે એશિયન ગેમ્સમાં મહિલાઓની રિકર્વ તીરંદાજીમાં સૌપ્રથમ સુવર્ણ પદક જીતીને ઈતિહાસ રચ્યો; દક્ષિણ કોરિયાને ૫-૩થી હરાવ્યું

શુક્રવારે એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની મહિલા રિકર્વ તીરંદાજી ટીમે ઈતિહાસ રચ્યો. તેમણે શક્તિશાળી દક્ષિણ કોરિયાને ૫-૩થી હરાવીને આ પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભમાં મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં દેશ માટે સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો. અંકિતા ભકત, કીર્તિ શર્મા અને કુમકુમ અનિલ મોહોડે જાપાનના ઓકાઝાકી ચુઓ સોગો પાર્કમાં રમાયેલી તણાવપૂર્ણ ફાઇનલમાં સંયમ જાળવી રાખીને આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો. […]

National

તમિલનાડુમાં ‘વેટ્રી પયનમ‘ યોજના હેઠળ દરરોજ ૮૪ લાખ મહિલાઓને લાભ મળશે

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો વ્યાપ વધાર્યો તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાેસેફ વિજયે શુક્રવારે મહિલાઓ માટે રાજ્યની મફત બસ મુસાફરી સુવિધાનો વ્યાપ વધારતી ‘વેટ્રી પયાનમ‘ યોજનાના વિસ્તૃત સ્વરૂપનો પ્રારંભ કર્યો. આ પહેલનો સત્તાવાર અમલ ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસરે કરવામાં આવ્યો હતો અને તેનાથી દરરોજ લગભગ ૮૪.૩૨ લાખ મહિલાઓને લાભ મળવાની અપેક્ષા […]

National

દિલ્હી પોલીસે ગોલ્ડી બ્રારના નામે ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો, ચારની ધરપકડ

ઉત્તર દિલ્હી પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે દિલ્હી-એનસીઆર માં કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવા માટે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામનો ઉપયોગ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગેંગના મુખ્ય સભ્યો અને શૂટર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ એવા સમયે કરવામાં આવી જ્યારે ગેંગ ઉત્તર દિલ્હીમાં ભાજપ સાથે સંકળાયેલા […]