Sports

આ બેસ્ટ વન-ડે ટીમનું પ્રતીક, સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાએ 2009માં પહેર્યું હતું

રવિવારે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. મેડલ સમારોહ દરમિયાન, ખેલાડીઓના વ્હાઇટ બ્લેઝરે પણ બધાનું ધ્યાન ખેંચ્યું. પણ ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ બ્લેઝર કેમ પહેર્યું? જવાબ છે, ‘તે સન્માનનું પ્રતીક છે જે શ્રેષ્ઠ ODI ટીમને આપવામાં આવે છે. વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે અને વિજેતા તેને […]

National

સરકારી નાણાંના દુરુપયોગના આરોપો, પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હતા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે. કેજરીવાલ અને બે અન્ય નેતાઓ ગુલાબ સિંહ અને નીતિકા શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી […]

National

ગઈકાલે ખડગેના નિવેદન પર હોબાળો થયો હતો, આજે મતદાર યાદી પર ચર્ચાની શક્યતા

બજેટ સત્રના ત્રીજા દિવસે આજે (બુધવારે) ટ્રાય- લેંગ્વેજ અને મતદાર યાદીના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ટ્રેનિંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ રજૂ કરશે. ઉપરાંત, કેબિનેટ મંત્રી હરદીપ સિંહ સંપૂર્ણ સંસદમાં ઓઇલફિલ્ડ સુધારા બિલ રજૂ કરશે. ગઈકાલે (મંગળવારે) મલ્લિકાર્જુન ખડગેના ‘ઠોકેંગે’ […]

International

ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના ભણકારા

20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારે ડાઉ જોન્સ 2.08% અને મંગળવારે 1.06% ઘટ્યો. 10 માર્ચે નાસ્ડેક 4% અને 11 […]

International

કેમેરા સામે જીભ બતાવી, વિદાય ભાષણમાં ભાવુક પણ થયા; ફોટો વાઇરલ

સોમવારે લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉપાડી અને સંસદમાંથી બહાર નીકળી ગયા. આનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુરશી સાથે જોવા મળી રહ્યા છે અને કેમેરા તરફ પોતાની જીભ બતાવી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે, ગયા વર્ષે […]

National

ભારતીય સેનાના સૈનિકો પણ ભાગ લેશે; PM મોદીને મળશે સર્વોચ્ચ સન્માન

PM નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સાથે, ભારતીય સેનાની એક ટુકડી, નૌકાદળનું એક યુદ્ધ જહાજ અને વાયુસેનાની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતીય મૂળના સર સીવુસાગુર રામગુલામના નેતૃત્વમાં 12 માર્ચ 1968ના રોજ મોરેશિયસે બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી. તે 1992માં […]

International

પત્ની ઉષા પણ તેમની સાથે રહેશે; ભારતમાં 2 એપ્રિલથી લાગુ થતા ટેરિફ અંગે થઈ શકે છે ચર્ચા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિને ભારતની મુલાકાતે આવશે. પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકાના સેકન્ડ લેડી અને વેન્સના પત્ની ઉષા વાન્સ પણ તેમની સાથે રહેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં યુરોપિયન દેશો જર્મની અને ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જેડી વેન્સ ફ્રાન્સમાં એઆઈ સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં […]

Gujarat

69 વર્ષની પરંપરા સાથે ભોઈ સમાજ દ્વારા 3 ટનનું વિશાળ પૂતળું બનાવાયું

જામનગર ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચ 2025ના રોજ ફાગણ સુદ પૂનમે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ ઉજવાશે. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા અને સહ-કન્વીનર તરીકે અક્ષય અરવિંદભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. 69 વર્ષ પહેલાં શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા […]

Gujarat

કુડાસણમાં 11 કરોડની જમીન પરથી 17 છાપરા અને આદર્શ નગરમાં 85 મકાનોની કમ્પાઉન્ડ વોલ દૂર કરાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. કુડાસણ વિસ્તારમાં TP-4 અનામત પ્લોટ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે. કુડાસણમાં ખાંડ નંબર 145 અને 162માંથી કુલ 17 છાપરા અને કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનનું ક્ષેત્રફળ 4638 અને 2480 સ્ક્વેર મીટર […]

Gujarat

ગૃહ ઉદ્યોગના નામે પ્લોટ મેળવી ભાડે આપવા સ્ટોલ ઉભા કર્યા હતા; એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી બાંધકામ તોડી પાડ્યું

એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યાં હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે બુધવારે (12/03/2025) સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ […]