ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ […]
Author: JKJGS
શિક્ષણ વિભાગનો ટેબ્લો જિલ્લા કક્ષાએ બીજા નંબરે
સાવરકુંડલાએ શિક્ષણ ક્ષેત્રે ઝળકીને નાવલીનું ખમીર બતાવાયું ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને બીઆરસી સાવરકુંડલાના સયુંકત ઉપક્રમે ટેબ્લોનું નિર્માણ કરવામાં આવેલ જેમાં નવી શિક્ષણ નીતિ અનુરૂપ ભગવત ગીતાનું શિક્ષણ અને અન્ય શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું જેમાં ટેબ્લો બનાવનાર વર્ષાબેન કોઠીયા,વર્ષાબેન કોલડીયા,કાજલ જે ડાવરા, જયસુખભાઈ […]
અમરેલી જિલ્લા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી તથા ચુડાસમા પરિવારના ગૌરવ સમાન પરમને જિલ્લા કલેકટર દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા
ગતરોજ ૭૬ માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા ખાતે આવેલ આંખની હોસ્પિટલ ખાતે પણ ગતરોજ ૭૬માં જિલ્લા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે લુહાર ચુડાસમા પરિવારના પુત્ર તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી પરમ ધર્મેશભાઇ ચુડાસમાને જિલ્લા કલેક્ટર દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરેલ, પરમ થોડા સમય પહેલાં જ જાપાન ખાતે […]
સાવરકુંડલાના માનવમંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. રાજુલાના સામાજિક આગેવાન સાર્દુળભાઈ લાખણોત્રાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ.. આ તકે ગુજરાત રાજ્યના ઉપદંડક માનનીય કૌશિકભાઈ વેકરીયા સાહેબની વિશેષ ઉપસ્થિતી રહેલ. ખુબ મોટી સંખ્યામાં માનવમંદિર પરિવાર હાજર રહેલ… પૂજ્ય ભક્તિરામબાપુએ દરેકને અભિનંદન પાઠવેલ. બિપીન પાંધી સાવરકુંડલા
સાવરકુંડલામાં ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન રાષ્ટ્રવાદનો ઉત્સવ
૨૬ જાન્યુઆરીના રોજ, પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે, સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હિન્દૂ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એક્તા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની એકતા અને અખંડિતતા માટે પ્રાર્થના કરતાં, રાષ્ટ્ર પ્રેમી ભાઈઓ બહેનોએ ભારત માતાનુ પૂજન કરી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત […]
અમરેલી જિલ્લાના ૭૬મા પ્રજાસત્તાક દિનની સાવરકુંડલામાં સંપૂર્ણ આના બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં આંખની હોસ્પિટલ ખાતે આજરોજ અમરેલી જિલ્લામાં ૨૬ જાન્યુઆરી ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. સાવરકુંડલાની આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સૌએ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમજ અમરેલી પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ […]
શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ-વંડામાં હર્ષોલ્લાસ સાથે ૭૬માં પ્રજાસત્તાક દિન ઉજવાયો
૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના ,૭૬માં પ્રજાસત્તાક દિન નિમીતે શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ-વંડામાં જોર શોર અને હર્ષોલ્લાસ સાથે ધ્વજ વંદન કાર્યક્રમ ઉજવાયો.આ પ્રસંગે શાળાના મે.ટ્રસ્ટી મનજીભાઇ બાપા તળાવિયા , મંત્રી કાંતીભાઇ પાંચાણી, શ્રી અરર્વિંદભાઇ તળાવિયા,પોસ્ટઓફીસ સ્ટાફ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. શાળાના બાળકો દ્રારા સુશોભન, સફાઇ વિગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ભોયા સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામા […]
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ ભરતભાઇ ધડુક તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશના તીરંગાને સલામી આપી હતી.આમ પણ ધજડી ગામ એ પ્રગતિશીલ ગામ હોય અહીં રાષ્ટ્રીય પર્વો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. બિપીન પાંધી સાવરકુંડલા
કુકસવાડા જિલ્લા પંચાયત સીટ ની સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિચાર ગોષઠીનું આયોજન ખંભાળિયા મુકામે.આયોજન
કુકસવાડા જિલ્લા પંચાયત સીટ ની સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિચાર ગોષઠીનું આયોજનસાંજે 5:00 વાગ્યે કરવામાં આવ્યું.જેમાં જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી બાબુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત કુક્સવાડા સીટના સદસ્ય હીરાભાઈ સોલંકી તેમજ તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રી રાજાભાઈ પટાટ, જુજારપુર ગામના પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ પંડિત, લાંગોદ્રા ગામના સરપંચ શ્રી ભીખાભાઈ વાઢેર, બુધેચા ગામના પૂર્વ […]
બંધારણ નિર્માણ દ્વારા સ્વરાજકીય શાસન વ્યવસ્થા નાં પાયાની ઈંટ મુકનાર ભારતીય લોકતંત્ર ના મંત્રદ્રષ્ટા બાબાસાહેબ આંબેડકર દેશ ના સદૈવ સાર્વત્રિક પૂજનીય મહાપુરુષ : રાજુભાઈ ધ્રુવ
-પ્રદેશ ભાજપ આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને રાજુભાઇ ધ્રુવે કર્યું સંબોધન -બાબાસાહેબ આંબેડકર નાં જીવનમંત્ર સામાજિક સમરસતા સાથે દેશનાં સર્વાંગીણ વિકાસ ના વિચારબીજ ને વટવૃક્ષ બનાવનાર બંધારણ-લોકતાંત્રિક મૂલ્યો ના પ્રખર ઉપાસક નરેન્દ્રભાઈ મોદી બાબાસાહેબ ના અધૂરા કાર્યો પુરા કરી સર્વોત્તમ અંજલિ આપી રહ્યા છે:રાજુભાઇ ધ્રુવ – બાબાસાહેબ […]










