Gujarat

નંદાસણ પંથકમાં સગીરા પર શખસનું દુષ્કર્મ

મહેસાણાના નંદાસણ પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાને લલચાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેને ગર્ભવતી બનાવવામાં આવી હોવાનો મામલો પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ નંદાસણ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી જોટાણા […]

Gujarat

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનનો 178મો પાટોત્સવ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના 178મા પાટોત્સવ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો મહાસાગર ઉમટ્યો હતો. આ પાવન અવસરે સમગ્ર સાળંગપુર ધામને ભવ્ય રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સંવત 1905ના આસો વદ પાંચમના પવિત્ર દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા શ્રી હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા […]

Gujarat

બોટાદના 66,063 ખેડૂત પરિવારોને સહાય જમા મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ઉત્સવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડીથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં DBT મારફતે રૂ. 18,680 કરોડથી વધુની સહાય જમા કરાઈ. આ નિમિત્તે બોટાદ APMC યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘PM કિસાન ઉત્સવ દિવસ’ યોજાયો. રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી તથા બોટાદના પ્રભારી […]

Gujarat

બોટાદમાં એકતા દિવસની પરેડ યોજાઈ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસે એકતા પરેડ યોજી હતી. પરેડ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ (APMC)થી શરૂ થઈને હાઈસ્કૂલ સુધી ગઈ હતી. પરેડમાં અંદાજે 400 પોલીસજવાન, GRD, હોમગાર્ડ અને TRBના જવાનો જોડાયા હતા. અન્ય 300 જેટલા લોકોમાં જિલ્લા કલેક્ટર, DDO, DYSP, રાજકીય આગેવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સામેલ હતા.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પરેડમાં […]

Gujarat

ક્રિસમસ સમયે કાંકરિયા કાર્નિવલની જેમ દિવાળીમાં દીપોત્સવ યોજવા કોંગ્રેસની માંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ક્રિસમસના તહેવાર દરમિયાન કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ કાંકરિયામાં દીપોત્સવ મહોત્સવ યોજવાની માગ ઉઠી છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજથી લઈને લાભપાંચમ સુધી કાંકરિયા તળાવને લાખો દીવડાઓ અને આકર્ષક રોશનીથી શણગારવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકસંગીત અને […]

Gujarat

સંબંધી પોલીસકર્મીએ જ દુષ્કર્મના આરોપીને ભાગવામાં મદદ કરી

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસના આરોપીને સંબંધી ASIએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ સાબરમતી જેલમાં લઈ જવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈને ભગાડી મુક્યો હતો. જેમાં આરોપીની કોર્ટમાં મુદ્દત દરમિયાન તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ASI અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી […]

Gujarat

સુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસની થશે ભવ્ય ઉજવણી

ભારતના લૌહપુરુષ અને દેશની અખંડિતા તથા એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા 31 ઓક્ટોબરના રોજ શહેરના તમામ 30 વોર્ડમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન તથા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ વિશેષ કાર્યક્રમો યોજાશે. […]

Gujarat

દિવાળી પર્વે સુરતમાં નવી ચલણી નોટોની ભારે અછત

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો 10, 20, 50 રૂપિયા સહિતની નવી નોટોની માંગ વધતી હોય છે. દર વર્ષે RBI તરફથી જે નવી કરન્સી ફાળવવામાં આવતી હતી તે મુજબ આ વર્ષે ખૂબ ઓછી માત્ર 10% જ ફાળવણી કરવામાં આવી છે જે કારણોસર ગુજરાત કો-ઓપ. ફેડરેશન તેમજ સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન અને વરાછા બેંક સહિત વિવિધ […]

Gujarat

બુલેટ ટ્રેન માટે હાઈટેક પાવર ગ્રીડ સિસ્ટમ

દેશના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને પાટા પર પૂરપાટ દોડાવવા માટે પાવરફુલ વીજ નેટવર્કની તૈયારીઓ હવે આખરી ઓપ લઈ રહી છે. હાઈ-સ્પીડ ટ્રેનને અવિરત અને સુરક્ષિત વીજળી પૂરી પાડવા સમગ્ર 508 કિલોમીટર લાંબા કોરિડોર પર ખાસ 14 અદ્યતન ટ્રેક્શન સબસ્ટેશન (TSS) ઊભા કરવામાં આવી રહ્યા છે. આ હાઈટેક પાવર ગ્રીડ સિસ્ટમ થકી ટ્રેનની સ્પીડ અને […]

Gujarat

જાંબુવા GEB સબસ્ટેશનમાંથી 7 ફૂટનો અજગર પકડાયો

વડોદરા નજીક આવેલા જાંબુવા જીઈબી સબસ્ટેશન પરિસરમાં મોડી રાત્રે એક વિશાળ અજગર આવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ સ્થાનિક કિશોરભાઈ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને આ અંગેની જાણ કરાઈ હતી, જેને પગલે વન્યજીવ બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી. રેસ્ક્યૂ ટીમ વન વિભાગ સાથે પહોંચી માહિતી […]