National

હરિયાણાથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત; ૫ લોકોના મોત

હરિયાણાના ફરીદાબાદથી એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરાખંડના ચમોલીમાં તેમની કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ ૧૫ કિ.મી. દૂર બાગવાન […]

National

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હૃદયસ્પર્શી ઉદાહરણ પુરું પાડ્યું, કોટાના સાંગોદમાં પુલવામા શહીદ CRPF જવાન હેમરાજ મીણાની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભા અધ્યક્ષે પરંપરાગત ભાત સમારોહમાં ભાગ લીધો અને છ વર્ષ પહેલાં એક બહેનને આપેલા વચનને પૂર્ણ કર્યું લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ સીઆરપીએફ જવાન શ્રી હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને તે સમયે આપેલા વચનને પૂર્ણ કરતા, શુક્રવારે ભાવનાત્મક ઉદાહરણ પુરું પાડ્યું હતું. પુલવામા હુમલા […]

National

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે બિહારના પટણામાં ‘જય ભીમ પદયાત્રા‘નું નેતૃત્વ કરશે

આજે દેશના તમામ મુખ્ય રાજ્યોની રાજધાનીઓમાં એકસાથે ડૉ. આંબેડકરના વારસાને માન આપતી આવી પદયાત્રાઓ યોજાશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવા માટે આજે (૧૩ એપ્રિલ, ૨૦૨૫) રવિવારનાં રોજ બિહારનાં પટણામાં ‘જય ભીમ પદયાત્રા‘નું નેતૃત્વ કરશે, જેમાં ૧૦,૦૦૦થી વધારે એમવાય ભારત સ્વયંસેવકો […]

National

રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ ૩ મહિનાની અંદર ર્નિણય લેવો ફરજિયાત: સુપ્રીમ કોર્ટ

તમિલનાડુ કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલ પર ર્નિણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ દ્વારા બિલોને ઇનકાર કર્યા હોવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]

International

તે વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢી મૂકાશે કે જેમણે ગાઝા પર હુમલાનો વિરોધ કર્યો હતો: નેતન્યાહૂ

ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ સૈનિકોએ સરકાર સામે બગાવત કરી ઇઝરાયલની વાયુસેનાના ૧૦૦૦ જેટલા સૈનિકોએ નેતન્યાહૂ સરકાર સામે બગાવત કરી છે. તેઓએ એક પત્ર લખી ઇઝરાયલ સરકારનાં પગલાંનો વિરોધ કર્યો છે. તે પત્ર ઉપર જે સૈનિકોએ હસ્તાક્ષર કર્યા છે તે બધા ઉપર કઠોર પગલાં લેવાનો નેતન્યાહૂ સરકારે ર્નિણય કર્યો છે. સંભવત: તેઓને નોકરીમાંથી દૂર પણ કરાય. દુનિયાભરમાં […]

International

ઈવીએમ હેક થઈ શકે છે, તેના પુરાવા પણ મળ્યા છે: અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે

અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરનો ઈવીએમ પર મોટો દાવો, પેપર બેલટથી મતદાનની કરી માંગણી અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત […]

National

કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ ૪૦ બંધકોને મુક્ત કરવામાં સફળતા મળી

કોંગોની સેનાએ મોટી સફળતા મેળવી કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ ૪૦ બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ બંધકોને મુક્ત કરાવવા માટે કોંગો આર્મીએ સંઘર્ષગ્રસ્ત પૂર્વી ક્ષેત્રમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. આ પછી, કોંગોની સેનાએ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા બળવાખોરોના ચુંગાલમાંથી ૪૧ બંધકોને મુક્ત […]

International

દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન ક્રેશ થયું, ૩ લોકોના મોત અને ૧ ઘાયલ

અમેરિકામાં ૨૪ કલાકમાં બે હવાઈ દુર્ઘટનાઓ ગુરુવારે ન્યૂયોર્કની હડસન નદીમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, શુક્રવારે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન પણ ક્રેશ થયું, જેમાં ૩ લોકોના મોત થયા અને ૧ વ્યક્તિ ઘાયલ થઈ. આ ઘટનાઓએ અમેરિકામાં હવાઈ સુરક્ષા અંગે ચિંતામાં ખૂબ વધારો કરી દીધો છે. શુક્રવારે સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન […]

International

પાકિસ્તાનમાં ૫.૮ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો

શનિવારે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે તેના આંચકા ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. હવામાન વિભાગના ડિરેક્ટર મુખ્તાર અહમદે આઈએએનએસને જણાવ્યું હતું કે, શનિવારે બપોરે ૧:૦૦:૫૫ વાગ્યે ભારતીય સમય મુજબ ૩૩.૬૩ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૨.૪૬ ડિગ્રી પૂર્વ રેખાંશ સાથે ૫.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. “ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન […]

National

વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત: WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે દુનિયામાં વધુ એક મોટી મહામારી આવવાનો દાવો કરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ડબલ્યુએચઓના મહાનિર્દેશકે દાવા સાથે ચેતવણી પણ આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત છે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે […]