આરસીબી ના કેપ્ટન રજત પાટીદારને સ્લો ઓવર રન રેટના કારણે થયો દંડ
Author: JKJGS
આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત
જન સેના પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો નાનો દીકરો માર્ક શંકર સિંગાપોરમાં એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાે કે, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ પવન કલ્યાણ તો હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ […]
રાજસ્થાનના જયપુરમાં બેકાબૂ SUV કારે રસ્તા પર અનેક લોકોણે અડફેટે લીધા; ૩ ના મોત
રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, […]
૨૦૦૮ જયપુર બ્લાસ્ટ કેસ: સ્પેશિયલ કોર્ટે ૪ આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી
૨૦૦૮ જયપુર બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતાં. તેમને ૧૭ વર્ષ બાદ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. આ ર્નિણય પીડિતો અને તેમના પરિવારો માટે મોટી રાહત માનવામાં આવી […]
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી મહિલાઓ છે: પીએમ મોદી – આ યોજના હેઠળ ૫૨ કરોડ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ૭, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ઉપસ્થિત […]
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને લિસ્બનનું ‘સિટી કી ઓફ ઓનર‘ એનાયત થયું
અમે જ્ઞાન-આધારિત અર્થતંત્ર તરીકે ભારતની શક્તિઓનો ઉપયોગ કરવામાં પોર્ટુગલને અમારા ભાગીદાર માનીએ છીએ: રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી લિસ્બન શહેરનું ‘સિટી કી ઓફ ઓનર‘ પ્રાપ્ત થયું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આ સન્માન માટે લિસ્બનના મેયર અને લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે […]
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નિતિ વિરુદ્ધ હવે ૨૭ દેશો થયા એક
યુરોપીયન આયોગે ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી વિશ્વભરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ લગાવી ને ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ચીને અમેરિકાને જવાબમાં ટેરિફ લગાડી તાકત દેખાડી દીધી છે અને હવે બીજી તરફ ૨૭ દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા […]
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બસ પલટી; ૧૧ લોકોના મોત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ માર્ગ અકસ્માત અંગે ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય […]
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજીને ફગાવી
૨૬/૧૧ આતંકી હુમલાના આરોપીને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો ૨૬/૧૧ આતંકી હુમલાના આરોપી ને ભારત લાવવાનો માર્ગ હવે વધુ મોકળો થઈ ગયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે (૭ એપ્રિલ, ૨૦૨૫) ભારતના મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની અંદર આતંકવાદી હુમળો થયો હતો તેના આરોપી ૬૪ વર્ષીય તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી […]
ભારત-પાકિસ્તાન સહિત ૧૪ દેશોના વિઝા પર સાઉદી અરેબિયાએ મૂક્યો પ્રતિબંધ
સાઉદી અરેબિયા દ્વારા ભારત સહિત કૂલ ૧૪ દેશોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જાેર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત ૧૪ દેશોને લાગુ પડે છે. યોગ્ય રજીસ્ટ્રેશન વગર હજ કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય […]










