ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિને બુધવારે (૨૦ મે) બેઇજિંગમાં વ્યાપક વાટાઘાટો કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો અને ઈરાન, યુક્રેન યુદ્ધ અને વેપાર સંબંધો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક મહત્વપૂર્ણ બની ગઈ કારણ કે તે ૧૪-૧૫ મે દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઇજિંગની મુલાકાત લીધી હતી […]
Author: JKJGS
હરિયાણામાં જન્મેલા તુષાર કુમાર યુનાઇટેડ કિંગડમમાં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર બન્યા
ભારતના રોહતકમાં જન્મેલા તુષાર કુમાર યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર બન્યા છે. લેબર પાર્ટીના સભ્ય ૨૩ વર્ષીય તુષારે પૂર્વી યુકેના એલ્સ્ટ્રી અને બોરહેમવુડ શહેરના મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમનો પરિવાર, મૂળ હરિયાણાના સોનીપત જિલ્લાના રોહના ગામનો હતો, ૨૦૧૩ માં તેમના માતાપિતા – સુનીલ ધૈયા અને પ્રવીણ રાની – સાથે યુકે […]
ખેડૂતો ફરી લાઈનમાં, કોડીનારમાં જણસની ખરીદી બંધ – ડીઝલ ખૂટયું
યુદ્ધની અસરથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઉભી થઇ છે અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ ડીઝલ ન મળતા ખેડૂતોના ખેતીકામ અટકી ગયાં છે. ત્યારે જ માણાવદરમાં ડીઝલ મેળવવા લોકોનો વહેલી સવારેથી લાઈનો જોવા મળી હતી.અને એક – એક લિટર ડીઝલ મેળવવા લોકોએ […]
જુનાગઢ મેડિકલ સ્ટોર્સની હડતાલ
આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ દવાબજાર સંપૂર્ણપણે બંધ રહી છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા કાયદા વિરુદ્ધ જઈને ઓનલાઈન દવાઓનું જે બેફામ વેચાણ થઈ રહ્યું છે તેની સામે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવીને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરવામાં આવી રહી છે. […]
પ્રથમ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ વરણી કરાશે
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, મનપાના પદાધિકારીઓની વરણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. ગત 28 એપ્રિલના રોજ મનપાની 120 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અન્ય કોઈ પણ મહત્વની કમિટીઓની […]
જુહાપુરામાં દુકાનમાં સ્ટીકર ફાડવાના મુદ્દે બબાલ
જુહાપુરા વિસ્તારમાં દુકાનના ભાડા અને સ્ટીકર ફાડવાના મુદ્દે થયેલી બોલાચાલી હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. રેડીમેડના ધંધા માટે ભાડે લેવામાં આવેલી દુકાનના રીનોવેશન દરમિયાન અગાઉના ભાડુઆત અને તેના સાગરીતો ધસી આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પેવરબ્લોક અને પાઈપ વડે હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાની કોશિષ […]
અમેરિકા રહેતા મોટેલ વ્યવસાયી NRIના ઘરમાંથી 21 લાખના દાગીનાની ચોરી
શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના મકાનમાંથી 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે. પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાથી સમયાંતરે અમદાવાદ આવતો હતો. જોકે ઘરમાં રાખેલા વડીલોપાર્જીત દાગીના રહસ્યમય રીતે ગાયબ થતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમેરિકામાં મોટેલનો વ્યવસાય અખબારનગર […]
વડોદરાના નવિન બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ગયો
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં નવિન બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ચડ્યો હતો. જેથી વન વિભાગની ટીમે પહોંચીને એક કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કર્યો હતો. વડોદરા શહેરના નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે કામ ચાલતું હતું. આ સમયે બ્રીજના ખાડામાં મગર ફૂટનો આવી ગયો હતો. […]
વડોદરાથી 42 હજીઓનું ગ્રુપ હજ પઢવા રવાના, વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી
વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં 10 વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. એરપોર્ટના ટૂંકા રન-વેને કારણે અમેરિકા, કેનેડા અને UK જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે. વડોદરાથી 42 હાજીઓનું એક ગ્રુપ હજ પઢવા માટે […]
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતિ, અખંડ ભારત માટે રજવાડું આપ્યું
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે. તેઓ અખંડ ભારતને એક કરવા માટે પોતાનું રજવાડું દાનમાં આપનાર પ્રથમ શાસક તરીકે ઇતિહાસમાં નોંધાયેલા છે. આ નિમિત્તે, ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિલમબાગ પેલેસ, ભાવનગર ખાતે મહારાજા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, મહારાજા સાહેબના શબ્દો ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ […]










