Gujarat

રક્ષાબંધન-જન્માષ્ટમીમાં 6,500 વધારાની ST બસો દોડાવાશે

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુસાફરો અને બહેનોને મુસાફરીમાં સરળતા રહે તે માટે GSRTC દ્વારા 9,500 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષાબંધન નિમિત્તે 26થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 અને જન્માષ્ટમી નિમિત્તે 3,000 વધારાની ST બસો ચલાવવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે નિગમની મોબાઈલ એપ પર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 88,626 ટિકિટોનું […]

Gujarat

લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ આરોપીની દિલ્લીથી ધરપકડ

ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં ડુપ્લિકેટ વિદેશી દારૂના કારણે સર્જાયેલા અને 13 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 21 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સઘન તપાસ ચલાવી રહેલી એસએમસીની ટીમે દિલ્હી પોલીસના સંયુક્ત સહયોગથી દિલ્હીથી ઝેરી મિથેનોલનો […]

Gujarat

હાલોલના કણજરીમાં પ્રાથમિક આરોગ્ય મંદિરનું નિર્માણ

પંચમહાલના હાલોલ તાલુકાના કણજરી ખાતે એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવાના હેતુથી આ મંદિરનું નિર્માણ કરાયું છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. લોકાર્પણ પ્રસંગે વિન્ડાર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના […]

Gujarat

ઘોઘાના થળસરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 2 ઝડપાયા

ઘોઘા પોલીસે થળસર ગામ તલાવડી વિસ્તાર લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો પૈકી 2 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેમની પાસેથી રૂ.3700 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. તીનપત્તી રમતા 2 રંગેહાથ ઝડપાયા, એક ફરાર ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે […]

Gujarat

બોપલ લોકદરબારમાં પાણી-ગટરના પ્રશ્ને અમિત શાહે આપી ખાતરી, AMCનું આયોજન ટૂંકું પડ્યાનું સ્વીકાર્યું

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા બોપલ, ઘુમા અને આંબલી વિસ્તારના સ્થાનિક નાગરિકો તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે એક વિશેષ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. થલતેજ, બોપલ અને ઘુમા સહિતના પંથકોમાંથી આવેલા નાગરિકોએ રોડ-રસ્તા, પીવાનું પાણી અને ગટર બેક મારવાની ગંભીર સમસ્યાઓ અંગે ગૃહમંત્રી […]

Gujarat

સ્વિગીના ડિલિવરી બોયે MBAની વિદ્યાર્થિની સાથે કરી અશ્લીલ હરકત

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતનામ આઈઆઈએમ (IIM) સંસ્થાના કેમ્પસમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. IIM કેમ્પસની હોસ્ટેલમાં રહીને MBAનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીના ડિલિવરી બોય સામે અશ્લીલ હરકત, અભદ્ર ઈશારા અને ગંદી કોમેન્ટ્સ કરવાનો ગંભીર આક્ષેપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીની […]

Gujarat

નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારી ઢોર પકડવા ટ્રેઇની માણસો કે કોઇ વ્યવસ્થા નથી

તાજેતરમાં બાવળા હાઇવે પર બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં ગૌવંશના કારણે બે વાહનો પલટી મારી ગયાં હતાં. પ્રથમ બનાવમાં, રાજકોટ તરફથી લોખંડના રોડ ભરીને અમદાવાદ જઈ રહેલું આઈસર વહેલી સવારે આશરે 5-00 વાગ્યે બાવળા હાઇવે પર આવેલી આદરોડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગાય આડી આવતાં વાહન અથડાઈને હાઇવેની સાઈડમાં પલટી મારી […]

Gujarat

રક્ષાબંધનની આગલી રાત્રે યુવકની જાહેરમાં હત્યા

અમદાવાદમાં રક્ષાબંધનની આગલી રાત્રે ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ યુવકની જાહેરમાં છરીના ઘા મારી બે યુવકોએ હત્યા કરી છે. હત્યા કરનાર બેમાંથી એક આરોપી ગુનામાં પેરોલ પર છૂટીને બહાર આવ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ પર બહાર આવેલા આરોપીએ અન્ય સાથે […]

Gujarat

સમઢિયાળામાં 80 ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જના ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં અંદાજે 2 થી 3 વર્ષનો સિંહ પડી જતા રેસ્ક્યુ કરાયું હતુ. નાના સમઢિયાળા ગામે હિંમતભાઈ વાલજીભાઈ રાખોલિયાના ખુલ્લા ખેતરમાં આવેલા કૂવામાં સિંહ પડી ગયો હોવાની માહિતી મળતાં જ જસાધાર રેન્જના જસાધાર રાઉન્ડનો સ્ટાફ તેમજ તુલસીશ્યામ રેન્જના રબારીકા […]

Gujarat

નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર

નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદને કારણે રસુવા જિલ્લા સહિત નેપાળના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને પગલે નેપાળમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની સલામતી અને સહાય માટે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના પરિવારજનો જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02876-285063/64 અને […]