મધ્ય ગુજરાતના દર્દીઓને એક જ છત નીચે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી વડોદરાના ભાયલી વિસ્તારમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ 150 બેડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં 0થી લઈને 100 વર્ષ સુધીના તમામ દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. […]
Gujarat
વંદે માતરમના અપમાન સામે માંડલ યુવા મોરચાનો વિરોધ
વંદે માતરમના અપમાનના વિરોધમાં માંડલ યુવા મોરચા દ્વારા વિઠ્ઠલાપુર ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યો હતો. યુવા કાર્યકરોએ હાથમાં મીણબત્તીઓ લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભાવનાના સન્માનની માંગ સાથે યુવાનોએ મીણબત્તીઓ પ્રગટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. માંડલ યુવા મોરચાએ […]
શહેરમાં અવરોધમુક્ત ફૂટપાથ બનાવવા AMCની તૈયારી
અમદાવાદ શહેરમાં રાહદારીઓની સલામતી, સુવિધા, સુગમતા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સલામત અને અવરોધમુક્ત ફૂટપાથ નેટવર્ક વિકસાવવાની દિશામાં વ્યાપક આયોજન કર્યું છે. શહેરના વિવિધ માર્ગો, જંક્શનો અને વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં દબાણો મુક્ત અને આરામથી લોકો ચાલી શકે તેવા આધુનિક ફૂટપાથ બનાવવામાં આવનાર છે. બાળકો, દિવ્યાંગોને સરળતા રહે તેવી ડિઝાઈનિંગ થશે […]
જામનગર-ખંભાળિયા હાઈવે પર પીકઅપ અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક મહિન્દ્રા બોલેરો પીકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, જીજે-૧૪-ઝેડ-૭૨૨૪ નંબરની મહિન્દ્રા પીકઅપના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરપાટ […]
જામનગર BJYM દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાન પ્રત્યે અનાદર દર્શાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે જામનગર ભાજપ યુવા મોરચા (BJYM) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. BJYM દ્વારા શહેરમાં કેન્ડલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આક્ષેપ મુજબ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની હાજરીમાં આ પવિત્ર […]
જામનગરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ
‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ વહેલી સવારથી જ ભગવાન […]
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર નીચેનો વિશાળ વિસ્તાર વિકસાવાશે
જામનગર મનપા. દ્વારા શહેરમાં આવેલ સાત રસ્તાથી સુભાષ બ્રિજ તરફના ફોર-લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની નીચેના વિશાળ વિસ્તારનો મહત્તમ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાયઓવરના નીચેના ગાળાઓમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના બ્લોક વિકસાવવામાં આવનાર છે. આ માટે કુલ ૧૨ ગાળાઓને ચાર અલગ-અલગ ભાગમાં વહેંચી વિવિધ […]
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે એક યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા
શહેરના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે યુવકની કરપીણ હત્યાની ઘટના બની છે. રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નામના યુવક પર ધારિયા, તલવાર અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ હત્યાની ઘટના મામલે મળતી પ્રાથમિક […]
સુરતના ભેસ્તાનમાં મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોફાના કારખાનામાં આગની ઘટના
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. દિવસના સમયે અચાનક આગ લાગવાને કારણે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં અને કારખાનાઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીની અંદરથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. […]
વાપીના સલવાવ રહેણાક વિસ્તારમાં ફરતો મારતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પૂરાયો
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સલવાવમાં ધોડિયાવાડ ખાતે છેલ્લા ૨-૩ દિવસથી લોકોને દીપડો ફરતો દેખાયો હતો જે બાદ તાત્કાલિક વન વિભાગે પાંજરું ગોઠવ્યુ હતું. આ બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના સલવાવના રહેણાંક વિસ્તાર ધોડિયાવાડમાં ૨-૩ દિવસ અગાઉ દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે […]










