Gujarat

બનાસકાંઠાના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર

દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને સ્ટેજ પરથી જનસભાને સંબોધતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર તથા પોલીસ પ્રશાસન પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા. વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીની બોલવામાં […]

Gujarat

અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન કામગીરી દરમિયાન સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો

ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. વનવિભાગની ટીમની હાજરીમાં બનેલી આ ઘટનામાં ગોહાભાઈ ચોંડીયા નામના ટ્રેકરને ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ ઘટના બાબતે […]

Gujarat

અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું

અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું અમદાવાદ સિવિલ હોસ્પિટલ (મેડીસીટી કેમ્પસ)ના અસ્મિતા ભવન ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ ગૌરવપૂર્વક ધ્વજવંદન કરાવી […]

Gujarat

ખેડાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી

ચિતલાવથી સરદારપુરા ગામને જાેડતો મુખ્ય બ્રિજ તૂટ્યો, બંને ગામો વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો જીલ્લાના ઠાસરા તાલુકામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની હતી જ્યાં બે ગામોને જાેડતો એક બ્રિજ અચાનક ધરાશાયી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બે ગામો વચ્ચેનો વાહનવ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઠાસરા […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા

મુખ્યમંત્રીશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ૧૬ ઓગસ્ટ ની વહેલી પરોઢે અમેરિકા જવા રવાના થયા હતા. મુખ્યમંત્રીશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૭ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રીશ્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ […]

Gujarat

જામનગરરાધે સ્કેટિંગ રિંકના ઓલ-રાઉન્ડર કોચ રાધે જોઈસરને રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત “જુનિયર જયદીપસિંહ એવોર્ડ” એનાયતગાંધીનગર

  જામનગરરાધે સ્કેટિંગ રિંકના ઓલ-રાઉન્ડર કોચ રાધે જોઈસરને રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત “જુનિયર જયદીપસિંહ એવોર્ડ” એનાયતગાંધીનગર   /જામનગર:ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર દ્વારા સ્કેટિંગ રમત ક્ષેત્રે અભૂતપૂર્વ અને ઉત્કૃષ્ટ પ્રદાન આપવા બદલ જામનગરની સુપ્રસિદ્ધ રાધે સ્કેટિંગ રિંકના ઓલ-રાઉન્ડર કોચ શ્રી રાધે જોઈસરને રાજ્યના સર્વોચ્ચ રમત પુરસ્કારો […]

Gujarat

સુરત ગ્રામ્યમાં નકલી ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું

સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામેથી પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 52 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ધોરણપારડીમાં કૈવલ ફૂડ પ્રોડક્ટ એકમ પર પોલીસના દરોડા પોલીસને ધોરણપારડીના હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. જી-01 માં કૈવલ ફૂડ પ્રોડક્ટ નામનું એકમ ધમધમતું હોવાની […]

Gujarat

સુરત જિલ્લા પોલીસના કોન્સ્ટેબલે ‘પ્રસ્થાન’ એપ બનાવી

સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગર ઈશ્વરભાઈ રબારીએ પોલીસ વિભાગની કામગીરીને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ‘પ્રસ્થાન’ નામની ડિજિટલ એપ્લિકેશન તૈયાર કરી છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીગરભાઈની આ પહેલ પોલીસ જવાનો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. આ એપનો મુખ્ય હેતુ પોલીસકર્મીઓની રોજિંદી વહીવટી કામગીરીનું ડિજિટલાઈઝેશન કરવાનો છે. ‘પ્રસ્થાન’ […]

Gujarat

બિહારની યુવતીને છ મહિના સાથે રાખ્યા બાદ પ્રેમી રૂમ ખાલી કરી ગાયબ, રસ્તે રઝળતા અભયમે આશરો અપાવ્યો

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પ્રેમ સંબંધમાં છેતરાયેલી અને અસહાય બની ગયેલી બિહારની 25 વર્ષીય યુવતીને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે. યુવક લગ્નનું વચન આપી છ મહિના સાથે રાખ્યા બાદ રૂમ ખાલી કરીને ગાયબ થઈ જતાં યુવતી રસ્તા પર આવી ગઈ હતી. એક જાગૃત નાગરિકની સતર્કતા અને અભયમ ટીમના સમયસરના કાઉન્સિલિંગથી યુવતીને નવો આશરો મળ્યો […]

Gujarat

નવસારી હાઈવે પર BMW કારમાં આગ

નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારમાં બે મહિલા અને બે બાળકો સવાર હતા. જોકે, કાર ચલાવી રહેલી મહિલાની સમયસૂચકતાને કારણે તમામ સવારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને ચારેયનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, […]