Gujarat

ઉંડ-1 ડેમ વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો

ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉંડ-1 ડેમ વિસ્તારમાં અંદાજે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે વોકળા અને નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. ધ્રોલ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ પડ્યો ન હતો. જોકે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીના પાંચ કલાકના ગાળામાં […]

Gujarat

જામનગરમાં BAPS સંસ્થા દ્વારા ‘નશામુક્ત યુવા’ કાર્યક્રમનું આયોજન

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નાઘેડી સ્થિત મંદિરે “નશામુક્ત યુવા માટે વિકસિત ભારત” વિષય પર યુવાસભાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ કોઠારી ધર્મનિધિ સ્વામીજીના હસ્તે થયો હતો. આ અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ હતી. તેમનું મુખ્ય સંબોધન જામનગર સહિત સમગ્ર દેશમાં લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ યુવાનો સહિત દેશભરના […]

Gujarat

પત્નીને ઘરમાં પૂરી પતિ મેરેજ બ્યૂરોમાં સાળી સાથે પરણ્યો

વડોદરા શહેરમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ સાળી સાથે પ્રેમસંબંધ બાંધીને બીજા લગ્ન કરી લીધા હોવાનો અને પત્ની પર મિલકત પોતાના નામે કરી આપવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરણિતાએ પોતાના પતિ અને નાની બહેન સામે વડોદરાના મહિલા […]

Gujarat

ઢાઢર નદીમાં પૂરથી કોઝવે પાણીમાં ગરકાવ

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. નદી હાલ બે કાંઠે વહી રહી છે, જેના પરિણામે પાદરા તાલુકાના સોખડા-રાઘુ-કોટણા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ કોઝવે પાદરા અને કરજણ વચ્ચેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વાહનવ્યવહાર બંધ […]

Gujarat

ડોનેટ લાઇફ દ્વારા ભરૂચમાં જીવનદાનની અનોખી પહેલ, ૨૨ વર્ષીય યુવાનના અંગદાનથી ૬ લોકોને નવજીવન મળ્યું

ડોનેટ લાઈફના માધ્યમથી ભરૂચ જિલ્લામાંથી ત્રીજું હૃદયદાન અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું હતું. બ્રેનડેડ અતુલ ભાવેશભાઈ પટેલ, ઉંમર ૨૨ વર્ષના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી અતુલના હૃદય, લીવર, પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ અને કોર્નિયા દાન કરવાનો મહાન ર્નિણય લીધો. તેમના આ ત્યાગથી કુલ ૬ લોકોને નવું જીવન મળ્યું અને સમાજમાં માનવતાની ખુશબૂ ફેલાઈ. […]

Gujarat

રાજકોટના ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ સીઝનમાં બીજી વાર છલકાયો

તાલુકા અને જિલ્લા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં ન જવા તથા પશુઓને નદીપટથી દૂર રાખવા ખાસ અપીલ જિલ્લાના ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં બીજી વખત સંપૂર્ણ ભરાઈને છલકાયો છે. ઉપરવાસમાં પડેલા સાવર્ત્રિક ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની વિપુલ આવક થઈ રહી હતી. પાણીની આવક વધતાં જળસપાટી જાળવી રાખવા […]

Gujarat

સરકારી નોકરીની લાલચે યુવાનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પડતી સુરેન્દ્રનગર પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લામાં કટુડા ગામના વિદ્યાર્થીઓને મોટી મોટી વાતો કરી, સરકારી ઓકરી અપાવાની ખાતરી આપી વિશ્વાસઘાત કરવાના મામલે જાેરાવરનગર પોલીસને અરજી કરવામાં આવી હતી, તે મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એક મોટી ગેંગનો પર્દાફાસ થયો છે. પોલીસે આ બાબતે તપાસમાં ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાને એક ટોળકી દ્વારા વિદ્યાર્થી દીઠ […]

Gujarat

મોરબી જિલ્લામાં અવિરત વરસાદથી હળવદ સહીત બીજા તાલુકાઓના અનેક ગામો જળબંબાકાર, NDRF-SDRFની ટીમો થઇ કાર્યરત

મોરબી જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદથી હળવદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હળવદના માલણીયાદ ગામમાં પાંચ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે […]

Gujarat

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વડોદરાના જાબુવા ગામમાં ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા

છેલ્લા ૪-૫ દિવસોથી જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના છેવાડે આવેલા જાબુવા ગામ પાસેથી પસાર થતી જાબુવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં ઢાઢર નદીમાં પાણીની આવક વધતાં જાબુવા નદી બે કાંઠે વહેવા લાગી છે. પરિણામે ગામને જાેડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ નદીમાં મગરોના વસવાટને […]

Gujarat

સુરત જિલ્લા પંચાયતની પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન આરોગ્યની જાળવણી અને રોગચાળા નિયંત્રણ માટે ઝુંબેશ

સુરત જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ બાદ, પશુધનની સુરક્ષા અને સંભવિત રોગચાળાને અટકાવવા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. મયુર ભીમાણીના નેતૃત્વ હેઠળ ૧૨ વિશેષ તબીબી ટીમો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક પશુ રોગ પ્રતિકારક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ રાહત કામગીરી […]