વડોદરામાં આજે 31 જુલાઈ સવારે અકસ્માતે મોતના બે અલગ-અલગ કરૂણ બનાવો સામે આવ્યા છે. જેમાં વારસિયા વિસ્તારમાં ઘરના રસોડામાં કણસતી હાલતમાં એક યુવકનું અને પ્રતાપનગર વિસ્તારમાં સવારની ચા પીતી વખતે અચાનક ઢળી પડવાથી એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બંને મૃતકોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને […]
Gujarat
ગારીયાધારમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો-રમાડતો યુવક ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસે મળેલી બાતમીના આધારે સુખનાથ મહાદેવ મંદિર નજીક જાહેર રોડ પરથી મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચ સહિત વિવિધ રમતો પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખસને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સટ્ટા માટેની ક્લાયન્ટ આઈડી અન્ય શખસ પાસેથી વોટ્સએપ મારફતે મેળવ્યાનું સામે આવતા પોલીસે બંને શખસ સામે જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ […]
વન પર્યાવરણ રાજ્યમંત્રીએ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લીધી
વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ વેળાવદર બ્લેકબક નેશનલ ખાતે પાર્કમા ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રીએ પાર્કના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પાર્કમાં આવતા દેશ-વિદેશના […]
મહેસાણામાં 4 મહિનામાં 131 સગીરા ગર્ભવતી બની
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર ચોપડે સગીરાઓ ગર્ભવતી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકારની આરોગ્ય વિષયક કામગીરી અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ‘ટેકો’ એપ્લિકેશનમાં નોંધાયેલા આંકડા મુજબ, જિલ્લામાં છેલ્લાં ચાર મહિના દરમિયાન 131 જેટલી સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું છે. 131 સગીરા નાની વયે જ ગર્ભવતી બનતા ખળભળાટ મળતી માહિતી અનુસાર […]
ખેતરોનું પાણી કાઢવા અજાણ્યા ખેડૂતો સામે કાર્યવાહી શરૂ
કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કેટલાક અજાણ્યા ઇસમોએ જેસીબી મશીન વડે કેનાલનો પાળો તોડી નાખ્યો હતો. આ ઘટના અંગે નર્મદા નિગમના કોન્ટ્રાક્ટર પ્રતિનિધિ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કડીના નરસિંહપુરા ગામની સીમમાં વિરમગામ-૧ શાખા નહેર આવેલી છે, […]
કડીમાં મૃત વૃદ્ધાને જીવંત દર્શાવી જમીન હડપી
કડી તાલુકામાં એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 35 વર્ષ પહેલાં અવસાન પામેલા એક વૃદ્ધાને ‘જીવંત’ દર્શાવી રૂ. 51 લાખથી વધુની કિંમતી જમીન હડપવાનો પ્રયાસ થયો હતો. આ કાવતરું સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ મહિલા અને બનાવટી દસ્તાવેજોના આધારે રચાયું હતું. આ મામલે ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ કડી સબ રજીસ્ટ્રાર કચેરીના ગ્રેડ-1 સબ રજીસ્ટ્રાર […]
એક દાયકા બાદ માંડલમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વનું આયોજન
અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે આ વર્ષે માંડલ નગરની પસંદગી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજે એક દાયકા બાદ માંડલને ફરી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના આયોજનનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આગામી 15મી ઓગસ્ટે દસાડા રોડ પર આવેલા કોટન જીનના વિશાળ કેમ્પસમાં યોજાનારા ભવ્ય સમારોહને લઈ વહીવટી તંત્ર દ્વારા […]
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને લૂંટ કરનાર 4 ઝડપાયા
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રાહદારીઓને ધમકાવી રૂપિયા પડાવતી બનાવટી પોલીસ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 1.30 લાખ, બે મોટરસાઇકલ તેમજ ગુજરાત પોલીસના સિમ્બોલવાળું માસ્ક સહિત કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ પૂર્વ વિસ્તારમાં રાત્રે એકલદોકલ લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા […]
ગિરનારના 50 પગથિયે ફરી સિંહની લટાર
ગિરનાર પર્વત પર આજે (30જુલાઈ) વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના સુમારે નવી સીડીના 50મા પગથિયાં નજીક એકસાથે ત્રણ નર સિંહો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. જેવા ગીચ માર્ગ પર વનરાજોની હાજરીની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડની ટીમ અને સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે ત્વરિત મોરચો સંભાળી લીધો હતો. વનકર્મીઓએ સિંહોનો સતત પીછો કરી તેમની […]
માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીને પગલે આગોતરું આયોજન
જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અને આગાહી જારી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના કિંમતી પાક અને જણસીને નુકસાન થતું અટકાવવા માટે તમામ જરૂરી આગોતરા સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ […]










