Gujarat

સુરત ગ્રામ્યમાં નકલી ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું

સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામેથી પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 52 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ધોરણપારડીમાં કૈવલ ફૂડ પ્રોડક્ટ એકમ પર પોલીસના દરોડા પોલીસને ધોરણપારડીના હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. જી-01 માં કૈવલ ફૂડ પ્રોડક્ટ નામનું એકમ ધમધમતું હોવાની […]

Gujarat

સુરત જિલ્લા પોલીસના કોન્સ્ટેબલે ‘પ્રસ્થાન’ એપ બનાવી

સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગર ઈશ્વરભાઈ રબારીએ પોલીસ વિભાગની કામગીરીને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ‘પ્રસ્થાન’ નામની ડિજિટલ એપ્લિકેશન તૈયાર કરી છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીગરભાઈની આ પહેલ પોલીસ જવાનો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. આ એપનો મુખ્ય હેતુ પોલીસકર્મીઓની રોજિંદી વહીવટી કામગીરીનું ડિજિટલાઈઝેશન કરવાનો છે. ‘પ્રસ્થાન’ […]

Gujarat

બિહારની યુવતીને છ મહિના સાથે રાખ્યા બાદ પ્રેમી રૂમ ખાલી કરી ગાયબ, રસ્તે રઝળતા અભયમે આશરો અપાવ્યો

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પ્રેમ સંબંધમાં છેતરાયેલી અને અસહાય બની ગયેલી બિહારની 25 વર્ષીય યુવતીને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે. યુવક લગ્નનું વચન આપી છ મહિના સાથે રાખ્યા બાદ રૂમ ખાલી કરીને ગાયબ થઈ જતાં યુવતી રસ્તા પર આવી ગઈ હતી. એક જાગૃત નાગરિકની સતર્કતા અને અભયમ ટીમના સમયસરના કાઉન્સિલિંગથી યુવતીને નવો આશરો મળ્યો […]

Gujarat

નવસારી હાઈવે પર BMW કારમાં આગ

નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારમાં બે મહિલા અને બે બાળકો સવાર હતા. જોકે, કાર ચલાવી રહેલી મહિલાની સમયસૂચકતાને કારણે તમામ સવારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને ચારેયનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

Gujarat

મોરબીનો મચ્છુ-૨ ડેમ દેશભક્તિના રંગે રંગાયો

મોરબીમાં ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ છવાયો છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીના જોધપર નજીક આવેલા મચ્છુ-૨ ડેમને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા ડેમના દરવાજાઓ પર આકર્ષક લાઈટિંગની વ્યવસ્થા કરાઈ છે, જેના કારણે રાત્રિના સમયે ડેમનો નજારો મનમોહક બન્યો છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર […]

Gujarat

મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોને 400% વધુ વળતર

મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયી વળતર આપવા માટે રાજ્ય સરકારના ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ મુજબ પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC)ની બેઠક યોજાઈ હતી. મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો, કંપનીના પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં જમીનના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા હતા. હળવદ તાલુકાના વેગડવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે આ બેઠક […]

Gujarat

મોરબીના મોટા દહીસરામાં પ્રભારી મંત્રીએ ધ્વજવંદન કર્યું

આજે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ માળિયા (મિ)ના મોટા દહીસરા ગામે યોજાયો હતો. જિલ્લાના પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી. આ સમારોહમાં પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ […]

Gujarat

મોરબીના વેગડવાવના ખેડૂતોને વીજપોલ સામે 4 ગણું વળતર

મોરબી જિલ્લામાં વીજપોલ સામે ચાલી રહેલા વળતર આંદોલન વચ્ચે હળવદના વેગડવાવ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. માર્કેટ રેટ કમિટી (MRC) ની પ્રથમ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મળતા વળતર કરતાં 3 થી 4 ગણું વધુ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લામાં 3 મહિનાથી વધુ સમયથી વળતર આંદોલન સક્રિય મોરબી જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી […]

Gujarat

વાંકાનેરમાં ‘મારું વાંકાનેર સ્વચ્છ વાંકાનેર’ સંકલ્પ લેવાયો

શ્રી એચ.એન. દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના N.S.S. એકમના વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા તરફ એક કદમ” નારા સાથે આ રેલી કાઢી હતી. આ રેલીમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા, N.S.S. ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડો. મયુર જાની, તેમજ ડો. ઉર્મિલાબેન પટેલ, ડો. અર્ચના પરમાર, […]

Gujarat

મોરબી LCB એ વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

મોરબી LCB એ વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ સહિત કુલ 5.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સિટી અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ […]