સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સંસ્કારી નગરી વડોદરા શહેર દેશભક્તિના અનન્ય રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. આ ખાસ અવસર પર વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી એક અત્યંત ભવ્ય અને વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દેશભક્તિથી સભર તિરંગાયાત્રાને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા […]
India
ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઈ ભાઈઓ દ્વારા ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને વચ્ચે અવારનવાર તકરાર થતી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થ ભૂમિમાં રહેતા દિલીપ સુરેશભાઈ […]
ચાંદોદથી નર્મદાજળ સાથે નીકળેલા કાવડયાત્રીઓનું શિનોર ચોકડીએ સ્વાગત
ડભોઈ હરિહર આશ્રમથી વિજય મહારાજની અધ્યક્ષતા હેઠળ 200 જેટલા કાવડીયાઓ શ્રાવણ મહિનાના ગુરૂવારે ચાંદોદમાં આવેલા મલ્હારાવ ઘાટ ખાતે પહોંચ્યા હતા. ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડયાત્રા સ્વરૂપે પગપાળા યાત્રા ચાંદોદથી તેનતળાવ શંકરપુરા સાઠોદ ગામડી થઈને આ કાવડયાત્રા ડભોઈની શિનોર ચોકડી પર આવી પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ વિભાગના શિનોર ચોકડી ખાતે આગેવાનો […]
વિદેશ મોકલવાના નામે અરવલ્લીના યુવક સાથે ₹1.10 લાખની છેતરપિંડી
વડોદરામાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરતા બે વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીના બાયડ તાલુકાના ચોઘલા ગામના ખેડૂત યુવક મીતકુમાર પટેલને દુબઈમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી વડોદરાના બે શખ્સે કુલ રૂ. 1.10 લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ પણ વિઝા કે મેડિકલ ન કરાવી છેતરપિંડી આચરવામાં આવતાં યુવકે ફરિયાદ નોંધાવી […]
જૂનાગઢમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ધ્વજવંદન કરાયું
જૂનાગઢ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, ગર્વ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જૂનાગઢ શહેર તેમજ વિવિધ તાલુકાઓ, શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં આણ, બાન અને શાન સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જૂનાગઢ પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો અને તમામ નાગરિકોમાં અનોખો રાષ્ટ્રીય જુસ્સો […]
વંથલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ
જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશના વિભાજન દરમિયાન અસહ્ય પીડા અને સંઘર્ષનો સામનો કરનાર લાખો નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ થયેલા ભારતના વિભાજનની ઘટનાએ દેશના ઇતિહાસમાં […]
શ્રાવણની શરૂઆતમાં જ નરેડી ગામની વાડીમાંથી જુગારધામ ઝડપ્યું
શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ પત્તા પ્રેમીઓની જાણે કે મોસમ આવી હોય તેમ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા વાડી વિસ્તાર અને સીમ વિસ્તારમાંથી જુગારના અનેક કેસો પકડી પાડવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નરેડી ગામમાંથી જુગાર રમતા 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. વંથલીના નરેડી ગામના વાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો […]
સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ સ્પર્ધાનું સફળ આયોજન
જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરદાર પટેલ હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધામાં છ સિનિયર હાઉસ, બે જુનિયર હાઉસ અને ગર્લ્સ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક અને ૪×૨૫ […]
જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જામનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ વિશાળ તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી […]
જામનગરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી
મેયર મોનિકાબેન વ્યાસે ધ્વજવંદન કર્યું, બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યાં જામનગર શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 3 માં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને બાળકો […]










