વાઘોડિયા પોલીસે વહેલી પરોઢે ઉમરવા ગામમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 4,28,440/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાઘોડિયા પીઆઈ ગોહિલને મળેલી બાતમીના આધારે વાઘોડિયા ડી-સ્ટાફ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે ઉમરવા ગામની ગોકુલ ઉપવન સોસાયટીના મકાન નંબર 13 માં […]
India
આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેનબશેરામાં આશરો અપાવ્યો
પરિવારના ત્રાસથી કંટાળીને ભૂલથી ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી અને છેલ્લા ચાર મહિનાથી રઝળતી આસામની નિરાધાર વૃદ્ધા માટે ‘અભયમ્’ મહિલા હેલ્પલાઈન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની હોટલાઈન માહિતી બાદ અભયમની ટીમે વૃદ્ધાને શોધી કાઢી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને અટલાદરા સ્થિત ઘરવિહોણા લોકો માટેના ‘રેનબશેરા’માં સુરક્ષિત આશરો અપાવ્યો છે. વૃદ્ધા અસહાય હાલતમાં હોવાનો […]
ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે પણ કાવડિયાઓ ઉમટી પડશે
ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ માસને 15 દિવસ હજુ બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેને પગલે સોમનાથ સાનિધ્યે પણ કાવડ યાત્રીઓને આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતને હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગુજરાત કરતા 15 દિવસ પૂર્વે શ્રાવણ માસ શરૂ […]
વન વિભાગે ગોઠવેલા એક જ પાંજરામાં બંને ફસાયા, ગ્રામજનોને રાહત
ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી અંતર્ગત જસાધાર રેન્જના નવા બંદર રાઉન્ડ વિસ્તારમાં આવેલા આમોદ્રા ગામે ભાવેશભાઇ ગોવિંદભાઈ પરમારની વાડી વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા છે. દીપડાના રંજાડ અંગેની ફરિયાદ મળ્યા બાદ વન વિભાગે કાર્યવાહી કરી હતી. વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને સલામત રીતે પકડવા માટે પિંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે એક […]
ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી, મુખ્ય માર્ગો પર ભરાયા વરસાદી પાણી
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે પંચમહાલ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ આગાહી મુજબ, ગોધરા શહેરમાં વરસાદ શરૂ થતાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી અને ઉકળાટમાંથી […]
ગોધરામાં શોરૂમમાંથી બાઇકની ચોરી, ઘટના CCTVમાં કેદ
ગોધરાના દાહોદ રોડ પર આવેલા હોન્ડાના શોરૂમમાંથી એક બાઇકની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો યુવાન 29 જુલાઈએ શોરૂમમાંથી નવી બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આ અજાણ્યા ઈસમે શોરૂમમાં પ્રવેશીને કર્મચારીઓની નજર ચૂકવી હતી. ત્યારબાદ તે એક નવી બાઇક લઈને શોરૂમમાંથી બહાર નીકળી ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના […]
જાંબુઘોડામાં બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં આજે માત્ર બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જાંબુઘોડાના ઝબાણ ગામ નજીક એક કોતરમાં પાણીના પ્રવાહમાં એક યુવક તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ […]
જામનગરમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ
જામનગર સહિત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ સંભવિત આકાશી આફતને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડયા અને મહાનગરપાલિકા કમિશનર દીપક કેડિયા સહિત સમગ્ર જિલ્લા પ્રશાસન અને ફાયર બ્રિગેડ ટીમ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. જામનગર જિલ્લાના […]
ચાંદીપુરા વાયરલના શંકાસ્પદ દર્દીને રજા અપાઈ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં રાહત જોવા મળી રહી છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે પોરબંદરના એક બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયો છે. હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે. હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી પાંચના […]
જામનગરમાં વીજ લાઈન-પોલના વિરોધમાં હજારો ખેડૂતો રસ્તા પર
જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરવા અને હાઈ-વોલ્ટેજ લાઈનો નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં આજે એક હજારથી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ્ય મહિલાઓએ વિશાળ રેલી યોજી સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ […]










