Gujarat

ઉચ્છલ તાલુકાના કોઝવે પરથી કચરો હટાવાયો

ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદને કારણે વિવિધ કોઝવે, બોક્સ કલવર્ટ અને લો લેવલ બ્રિજ પર કચરો જામી જતાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો. આના પરિણામે વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાપી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદના પ્રવાહ સાથે ભીતબુદ્રક ખેતર ફળીયા […]

Gujarat

સાતકાશીમાં ભારે વરસાદ પુલ તૂટતાં ફળિયું સંપર્ક વિહોણું બન્યું

તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સાતકાશી ગામના નિશાળ ફળિયામાં ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાન થયું છે.સ્થાનિક રહેવાસી કૃષ્ણાભાઈ બલીરામ વસાવાના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનાજ અને ઘરવખરીને નુકસાન થયું હતું. ગ્રામજનોએ તાત્કાલિક મદદ કરી હતી. વરસાદના ભારે પ્રવાહ અને ધોવાણને કારણે ઘર નજીકનો મુખ્ય પુલ તૂટી પડ્યો છે. આ […]

Gujarat

મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ અને તાપી તંત્ર એલર્ટ મોડમાં

ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીના ઉપરવાસમાં આવેલા જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્રના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે, જ્યાં […]

Gujarat

સૌરાષ્ટ્ર યુનિ.નું નવું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના 253 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શિક્ષણમંત્રી-કૃષિમંત્રીની ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.2 ઓગસ્ટના રવિવારે રાજકોટ આવવાના છે ત્યારે તેમના હસ્તે રૂ.272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ અહીં પધારી […]

Gujarat

દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરનું ગૌરવ વધાર્યું

પોરબંદરના દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી નિશાબેન ભરતભાઈ કડછાના સુપુત્ર છે. તેમની આ સિદ્ધિ બદલ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દેવ કડછાનું સન્માન કરવામાં […]

Gujarat

પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અને જિલ્લા તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. બિનજરૂરી બહાર ન નીકળવા […]

Gujarat

શાળા-કોલેજો બંધ, સરકારી પરીક્ષાઓ મોકૂફ છતાં SBI PO પરીક્ષા યથાવત

રાજ્યમાં ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે અને સરકારી પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. પરંતુ અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં આવેલા TCS iON ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોબેશનરી ઓફિસર (SBI PO)ની પરીક્ષા યોજાતા ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થઈને ઉમેદવારો […]

Gujarat

સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: મૌલવીને 20 વર્ષની સખત કેદ

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ₹27,000નો દંડ પણ કર્યો છે અને તેમાંથી પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશરે એક વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના […]

Gujarat

વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹6.31 લાખની ચોરી; હેર સલૂન સંચાલકના ઘરે તસ્કરો ત્રાટક્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમ મળીને કુલ ₹6.31 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે પડોશીએ મકાન માલિકને જાણ કરતા ચોરીની […]

Gujarat

વડોદરા સહિત મધ્ય ગુજરાત માટે 3 ટીમો સ્ટેન્ડબાય, જરૂર પડશે તો અન્ય જિલ્લાઓમાં મોકલેલી ટીમોને બોલાવાશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે. આજે 31 જુલાઈ અને આવતીકાલ 1 ઓગસ્ટ માટે જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને વડોદરા હેડક્વાર્ટર ખાતે 3 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત ઉભી થાય તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી […]