Gujarat

એક દાયકા બાદ માંડલમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વનું આયોજન

અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે આ વર્ષે માંડલ નગરની પસંદગી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અંદાજે એક દાયકા બાદ માંડલને ફરી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના આયોજનનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આગામી 15મી ઓગસ્ટે દસાડા રોડ પર આવેલા કોટન જીનના વિશાળ કેમ્પસમાં યોજાનારા ભવ્ય સમારોહને લઈ વહીવટી તંત્ર દ્વારા […]

Gujarat

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને લૂંટ કરનાર 4 ઝડપાયા

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રાહદારીઓને ધમકાવી રૂપિયા પડાવતી બનાવટી પોલીસ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 1.30 લાખ, બે મોટરસાઇકલ તેમજ ગુજરાત પોલીસના સિમ્બોલવાળું માસ્ક સહિત કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ પૂર્વ વિસ્તારમાં રાત્રે એકલદોકલ લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા […]

Gujarat

ગિરનારના 50 પગથિયે ફરી સિંહની લટાર

ગિરનાર પર્વત પર આજે (30જુલાઈ) વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના સુમારે નવી સીડીના 50મા પગથિયાં નજીક એકસાથે ત્રણ નર સિંહો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. જેવા ગીચ માર્ગ પર વનરાજોની હાજરીની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડની ટીમ અને સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે ત્વરિત મોરચો સંભાળી લીધો હતો. વનકર્મીઓએ સિંહોનો સતત પીછો કરી તેમની […]

Gujarat

માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીને પગલે આગોતરું આયોજન

​જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અને આગાહી જારી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના કિંમતી પાક અને જણસીને નુકસાન થતું અટકાવવા માટે તમામ જરૂરી આગોતરા સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ […]

Gujarat

ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

ગુજરાત રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા મુસળધાર બેટિંગ કરશે તેવી અતિ ગંભીર આગાહી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ રાજ્યના અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 14 જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 6 […]

Gujarat

જામનગરના 272 તલાટી મહેસૂલી કામથી અળગા, ખેડૂત-છાત્રોના કામો અધ્ધરતાલ

જામનગર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હડતાળને પગલે ગ્રામ્ય વહીવટ કથળી ગયો છે. જિલ્લાના 422 ગામોના 272 તલાટીઓએ ગત તા.3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર જાહેર કર્યો છે, જેને આજે 28 દિવસ પૂર્ણ થયા છે. આ લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે ગ્રામજનો સરકારી કામો માટે કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છે. સૌથી ગંભીર બાબત એ […]

Gujarat

દેવભૂમિ દ્વારકામાં હાઈવે ઓથોરીટી દ્વારા વિશેષ ઝુંબેશ, નાના મોટા 65 દબાણો દૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે પર સરકારી જમીન પર અનઅધિકૃત દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વહીવટી અને પોલીસ તંત્રના સહયોગ સાથે સંયુક્ત મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ ત્રણેક દિવસ સુધી વિશેષ ઝુંબેશ અંતર્ગત લગભગ 65 જેટલા નાના મોટા દબાણો સાથે ગેરકાયદે હાઇવે જોડાણો દૂર કરી માર્ગ સુરક્ષાને […]

Gujarat

હાઈટેન્શન વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

જામનગરમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન સામે મળતા વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં વિરલ બાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને વિવિધ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા. કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન વીજ લાઈન […]

Gujarat

જામનગરમાં પંચાયતી રાજ પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ

જામનગરના ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પ્રભારી મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિકાસમાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની […]

Gujarat

જામનગરમાં શ્રાવણી મેળાના પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી, એટલે કે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ 1 ઓગસ્ટથી કુલ 43 પ્લોટના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્લોટ માટે ભાવ મંગાવવામાં આવ્યા છે. મેળા માટે કુલ 43 પ્લોટ […]