ગુજરાત તથા વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાન્ત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઑર્ડર ઑફ કેનેડા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કેનેડાના ગવર્નર જનરલ મેરી સિમોન દ્વારા તા. 31 ડિસેમ્બર, 2025ના રોજ આ જાહેરાત કરવામાં આવી […]
India
દર વર્ષે 7 ટકા મોંઘવારી પ્રમાણે ફી સ્લેબમાં વધારો આપવા માંગ, રિપોર્ટ શિક્ષણ વિભાગે અટકાવ્યાનો આક્ષેપ
અમદાવાદ ઝોનની FRC કમિટીએ ખાનગી શાળાઓની ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોનમાં આવતા જિલ્લાની અંદાજે 5 હજાર કરતા વધુ શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી હતી. જેમાંથી કેટલી શાળાઓને ફી વધારો અપાયો છે, તો કેટલીક શાળાઓને ફી વધારો આપવામાં આવ્યો નથી. જેને લઈને હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ […]
જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા
જેતપુરના ગોંદરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹12,110 રોકડ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેતપુર સિટી પોલીસને ગોંદરા વિસ્તારમાં આવેલા આરવે ઘાટ તરફ જવાના જાહેર માર્ગ પર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો, […]
ચોર્યાસી વિધાનસભામાં ₹306 લાખના 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
ચોર્યાસી વિધાનસભાના વોર્ડ-30 (કનસાડ, સચિન, ઉન, આભવા) માં ₹306 લાખથી વધુના ખર્ચે પાંચ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ્સ સાકાર થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ […]
અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે રાહદારી વૃદ્ધને ટક્કર મારી ફરાર, પોલીસ તપાસ શરૂ
સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું છે. રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ફરિયાદી અરુણકુમાર રાજેશ સિંહના પિતા વાંઝગામ સ્કૂલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવેલા ટુ-વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં […]
‘ખંડણીખોર AAP નેતાઓને સજા આપો’, સુરત કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર
સુરતમાં AAPના યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાથીદાર ચંપત ચૌધરી સામે લિંબાયત વિસ્તારના વેપારીઓને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલવાનો ગુનો નોંધાયો છે. હાલમાં આ મામલે રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સાથે જોડાયેલા અનાજ માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડતા તેઓ […]
ED એ 10 કરોડથી વધુની છેતરપિંડી કરનાર હિમાંશુની સંપત્તિ કરી જપ્ત
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ EDએ ઝડપી પાડ્યું છે. PMLA હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડ રકમ, વિદેશી ચલણ અને કરોડો રૂપિયાની સ્થાવર […]
કંપનીના બંધ ક્વાર્ટરમાંથી પ્રેમિકાની હાડપિંજર જેવી લાશ મળેલી, DNA પુરાવાએ પ્રેમીને આજીવન જેલ ભેગો કર્યો
ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે સ્ત્રી હત્યાના એક અત્યંત કરપીણ કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. નોંધનીય છેકે,ન્યાયાધીશ બી.આર.રાજપુતે આ ચુકાદાની શરૂઆત જ એક ગહન સંસ્કૃત શ્લોક “ન સ્ત્રીવધસમં પાપં ન ચતતત્સ દશાંડ૫૨ઃ તસ્માત તસ્ય વંધે દંડ, કઠોર સમ્પ્રદીપમ” થી કરી હતી.જેનો અર્થ સમજાવતા તેમણે નોંધ્યું હતું […]
જામનગર સહિત સૌરાષ્ટ્રમાં લૂંટ, ચોરીને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગના 3 શખ્સો ઝડપાયા
જામનગર,અમરેલી અને મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગનો જામનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે અને ગેંગના આંતર રાજય ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લઈને રૂ.3.85 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જામનગરની ઘરફોડ અને લૂંટ તેમજ મોરબી અને અમરેલી જિલ્લાના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જામનગર રણજીતસાગર રોડ,’’જે જે.જશોદા સોસાયટી’’માં પ્રફુલભાઈ લખમણભાઈ ભાડજાના રહેણાંક મકાનમા બે […]
જામનગરમાં જુમ્મા મસ્જિદ ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તા. 16 નવેમ્બર, 2025ની રાત્રિના ₹75,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક આરોપીની અટકાયત કરી તેની પાસેથી ચોરાયેલી સંપૂર્ણ રકમ કબજે કરી છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ […]










