Gujarat

ગોધરામાં વૃક્ષ ધરાશાયી થતાં વીજ પોલ તૂટ્યો

ગોધરા શહેરના ગોંન્દ્રા વિસ્તારમાં મસ્જિદ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ પોલ પર પડતાં પોલને નુકસાન થયું હતું અને વીજ તાર રોડ પર આવી ગયા હતા. સદનસીબે, ઘટના સમયે કોઈ રાહદારી ત્યાંથી પસાર ન થતાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર […]

Gujarat

પાદરા પોલીસે માનસિક અસ્થિર મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું

પાદરા પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને માનવ સંસાધનની મદદથી એક માનસિક અસ્થિર મહિલાને તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવ્યું છે. આ મહિલા પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસને આ મહિલા રોડ પર રઝળતી હાલતમાં મળી આવી હતી. મહિલા પોલીસકર્મીઓ દ્વારા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં તેના રહેવા અને જમવા સહિતની જરૂરી […]

Gujarat

વાઘોડિયા રોડ પર ચાલતા જુગારઅડ્ડા પર પાણીગેટ પોલીસનો દરોડો

વડોદરામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેના આધારે શ્રવણ માસ પૂર્વે જ પોલીસ કાર્યવાહી કરી રહી છે. પાણીગેટ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન જુગારધામ પર દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી રૂપિયા 3.88 લાખાના મુદ્દામાલને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. […]

Gujarat

વડોદરાના શેરખીમાં પોષડોડા, અફીણ સાથે એકની ધરપકડ

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ SOGની ટીમને એક મોટી સફળતા મળી છે. નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી SOG પોલીસે વડોદરા તાલુકાના શેરખીમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોષડોડા અને અફીણના મોટા જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો […]

Gujarat

લક્ઝુરિયસ કાર ભાડે રાખી બારોબાર સગેવગે કરતી ગેંગનો પર્દાફાશ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અડાજણ સરદાર બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાંથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની પ્રોફાઈલ તપાસતા તે માત્ર 20 વર્ષનો દીપ હરેશભાઇ ડોબરીયા છે, જે હાલ ઈ/502, આગમન રેસીડેન્સી, વી.આઈ.પી. સર્કલ પાસે, મોટાવરાછા, ઉત્રાણ, સુરત ખાતે રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામનો વતની છે. આરોપી લક્ઝુરિયસ […]

Gujarat

સોનમ વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને

લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોએ પ્રતીક ધરણા શરૂ કરીને સોનમ વાંગચૂકની માગણીઓને વાચા આપી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ (શિક્ષણ વ્યવસ્થા) સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા. અને આક્રોશ વ્યક્ત કરતા […]

Gujarat

11 મહિનાની બાળકી રમતા રમતા કાનની બુટ્ટી ગળી ગઈ

સુરત શહેરના પનાસગામ વિસ્તારમાં એક ચોંકાવનારી પરંતુ તબીબોની ભારે જહેમત બાદ સુખદ અંત લાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારની માત્ર 11 માસની માસૂમ બાળકી રમતાં-રમતાં કાનની બુટ્ટી ગળી ગઈ હતી, જે તેના ગળામાં (અન્નનળી) ફસાઈ ગઈ હતી. બાળકીની હાલત કફોડી થતાં પરિવારે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સિવિલના કાન-નાક-ગળા (ENT) વિભાગના […]

Gujarat

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હોવાથી મૃતક બહેનના નામે ખોટો સંમતિ કરાર તૈયાર કરી ભાઈએ વળતર લઈ લીધું

જમીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઈ હતી. જેમાં મૃતક મહિલાના નામે તેમના ભાઈએ ખોટો સંમતિ કરાર તૈયાર કરી જમીન સંપાદનના વળતરની 2.62 કરોડ રૂપિયાની રકમ ગેરરીતી કરીને મેળવી લીધી હતી. આ મામલે મૃતક મહિનાના પુત્રએ તેમના મામા સહિત 5 લોકો સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે વધુ તપાસ […]

Gujarat

મુખ્યમંત્રીએ VIBOS સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભારતના પ્રથમ સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ ‘VIBOS’ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક)નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે બનેલા આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ […]

Gujarat

પરિવારને ડિજિટલ અરેસ્ટ રાખી પૈસા પડાવનાર આરોપીની જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે ડિજિટલ અરેસ્ટ કરીને એક પરિવાર પાસેથી ₹2.30 કરોડ પડાવી લેવાના હૃદયદ્રાવક કેસમાં આરોપી સંદીપ પગારેની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને કેસની ટ્રાયલ વહેલી તકે પૂર્ણ કરવા માટે નીચલી અદાલતને આદેશ આપ્યા છે. ચાર્જશીટ દાખલ થવા માત્રથી આરોપી જામીન મેળવવા હકદાર બનતો […]