ટેકાના ભાવે વિક્રમી ખરીદીથી ગુજરાતના લાખો ખેડૂતો બન્યા આર્ત્મનિભર છેલ્લા ૧૦ વર્ષમાં ટેકાના ભાવે ૬૫,૫૭૦ કરોડના મૂલ્યની ૧.૦૫ કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા […]
India
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા-ગોધરા રેલખંડ પર છાયાપુરી અને પિલોલ સ્ટેશનો વચ્ચે આવેલા બ્રિજ નંબર ૧૦છ પર હાલના સ્ટીલ ગર્ડર્સને પી.એસ.સી. સ્લેબથી બદલવાની કામગીરી માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે. આ કામગીરીને કારણે આજે તા.૧૪ જૂનના રોજ કેટલીક મુસાફર ટ્રેનોના સંચાલન પર અસર પડશે. વડોદરાથી દાહોદ જતી વડોદરા-દાહોદ મેમુ ૧૪ જૂનના રોજ વડોદરા […]
વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં ૩ શ્રમિકના મોત
ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં ૩ શ્રમિકના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઇટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું. […]
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાંથી વધુ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર
ફરી એકવાર શહેરના સાબરમતી રિવરફ્રન્ટમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સવારના સમયે નદીના પટમાંથી આશરે ૩૫ થી ૪૦ વર્ષના એક યુવકની લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે રિવરફ્રન્ટ પોલીસના જણાવ્યા અનુસાર, ૧૨ જૂનના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ સાબરમતી […]
અમરેલીમાં સોરઠીયા દરજી સમાજ દ્વારા અધિક માસ નિમિત્તે સમૂહ ભોજન અને સન્માન સમારોહ યોજાયો
પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે અમરેલીના શ્રી સોરઠીયા દરજી સમાજ દ્વારા સમૂહ ભોજન તથા ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ધાર્મિક અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગીત-સંગીત અને ભક્તિભજનોની રમઝટ જામી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌએ કાર્યક્રમનો […]
જામનગરમાં મગફળીનું 1900 હેકટર, દેવભૂમિમાં 531 હેકટરમાં વાવેતર
હાલારમાં ચોમાસાના મંડાણ પુર્વે આગોતરુ 2722 હેકટરમાં વાવેતર થયુ છે. જેમાં જામનગરમાં 2116 હેકટર અને દ્વારકા જિલ્લામાં 606 હેકટરમાં વાવણી થયાનુ સુત્રોએ જણાવ્યુ છે. જામનગર જિલ્લાના જુદા જુદા છ તાલુકામાં આગોતરૂ વાવેતર થયુ છે.જેમાં સૌથી વધુ મગફળીનુ 1900 હેકટર અને કપાસનુ 194 હેકટરમાં વાવેતર થયાનુ સામે આવ્યુ છે.જયારે શાકભાજીનુ 19 હેકટર અને ઘાંસચારાનુ 04 હેકટરમાં […]
12 ગામોના ચેકડેમ ભરવા, નદી પટમાં ન જવા તંત્રની ચેતવણી
જામજોધપુર તાલુકાના સતાપર નજીક આવેલા ડાઈમીણસાર ડેમમાંથી 106 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી 12 ગામોના ચેકડેમ ભરવા માટે ડેમના ગેટ ખોલીને છોડાયું છે. પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગે આસપાસના ગામોના લોકોને નદીના પટમાં ન જવા ચેતવણી આપી છે. જે ગામોને ચેતવણી અપાઈ છે તેમાં સતાપર, બાલોચ, દેવડા, કંડોરણા, ખીરસરા, મહિરા, ગેરાણા, ભોડદર, […]
બેડી વિસ્તારમાં 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, આશરે સવા કરોડ કિંમતની જમીન ખુલ્લી કરાઈ
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને ફરી એકવાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં આતંક મચાવનારી કુખ્યાત ‘સાયચા ગેંગ’ દ્વારા સરકારી જમીન પર પચાવી પાડેલા ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસને સંયુક્ત રીતે બુલડોઝર ફેરવી દીધું છે. ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા આલીશાન બંગલા […]
જામનગરમાં વેપારી અગ્રણી દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ
જામનગરના વેપારી અગ્રણી મુન્નાભાઈ નાગોરી દ્વારા દરબારગઢ વિસ્તારમાં રાહદારીઓ અને વાહનચાલકોને નિ:શુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપવા અને સારા વરસાદ માટે વરુણદેવને રીઝવવાના હેતુથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રણજિત રોડ પોસ્ટ ઓફિસ પાસે કાર્યરત વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ નાગોરી અને તેમના સાથીદારોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. […]
કરજણમાં CMના હસ્તે ભૂમિપૂજન: હિટાચી એનર્જી રૂ. 2 કરોડના રોકાણ સાથે પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી સ્થાપશે
વડોદરા જિલ્લાના કરજણ ખાતે હિટાચી એનર્જી દ્વારા આશરે રૂ.2 કરોડના મહત્વપૂર્ણ રોકાણ સાથે સ્થાપવામાં આવનાર નવા પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના પદ પર સૌથી લાંબા અને સફળ કાર્યકાળ બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત […]









