નવો રિંગ રોડ બનાવાથી અનેક ગામડાંઓનો વિકાસ થશે. 300 ફૂટનો આઉટર રિંગ રોડ બનાવવા માટે ઔડાએ તેની નવી 10 વર્ષીય વિકાસ યોજના (DP)માં પ્રસ્તાવ મૂક્યો છે. આ રોડ 9 ગામોમાંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અંતરે પસાર થાય છે. ઔડા વિસ્તારનો નવો ડીપી બનાવવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. હાલમાં ઔડામાં સમાવિષ્ટ ગામોના વિસ્તારને આધાર તરીકે લઇને […]
India
સાણંદની શેઠ સી.કે.હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને મળ્યા ચોપડા
સાણંદ નગરપાલિકા સંચાલિત શેઠ સી. કે. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય હેતલબેન અશોકભાઈ પરમારે પોતાના સ્વખર્ચે શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશકુમાર વાઘેલા અને સાણંદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન બાબુભાઈ પરમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. […]
ઐયાશ પતિએ સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા
લગ્નજીવનની આડમાં પતિની અય્યાશીઓ અને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ પિયુષ વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજની માંગણી, મારઝૂડ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધો સહિતના ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિના મોબાઈલ ફોનમાંથી અન્ય મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ મળ્યો ફરિયાદ મુજબ મહિલાના લગ્ન […]
લોનના બહાને કોરા ચેક લખાવી ચેક બાઉન્સના કેસો કરતી મંડળીથી 50થી વધુ લોકો પરેશાન
રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી શેર હોલ્ડરો માટે હેરાનગતિરૂપ બની છે. લોન આપવાના બહાને કોરા ચેક અને કોરા કાગળો પર સહીઓ કરાવી ગુજરાતની અલગ અલગ કોર્ટમાં ચેક બાઉન્સના કેસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકો આ મંડળીની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. આ મંડળીના ડિરેક્ટર પરાગ સોલંકી સામે ત્યાં જ અગાઉ નોકરી કરતી એક […]
ગોંડલમાં આધુનિક સંસાધનોથી સજ્જ PGVCLની નવી કચેરી શરૂ, 22,700 વિજ ગ્રાહકને મળશે લાભ
ગોંડલમાં વીજ ગ્રાહકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને સેવાઓમાં સુધારો કરવા માટે PGVCLના ઉપક્રમે ભગવતપરા પેટા વિભાગ (સબ ડિવિઝન) કચેરી શરૂ કરવામાં આવી છે. આ નવી ઓફિસ ભોજરાજપરા માર્ગ નંબર 13 અને શેરી નંબર 16 ના ખૂણે આવેલી જૂની GEB ઓફિસ ખાતે કાર્યરત થઈ છે. પ્રથમ તબક્કે આ સબ ડિવિઝનમાં 22,700 જેટલા વીજ ગ્રાહકોનો સમાવેશ કરવામાં […]
અંતે, રાજકોટનો સાંઢિયા પુલ ખુલ્લો મૂકાયો
રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પૂલનું 13 જૂનને શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ રૂ. 74.32 કરોડનાં ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુક્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પૂલના છેડે […]
ખંભાળિયામાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, સાંસદ કણજારીયાની મુલાકાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ પ્રકલ્પોથી નાગરિકોને માહિતગાર કરવાના ઉમદા હેતુ સાથે ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના ભાગરૂપે ખંભાળિયા ખાતે ધારાસભ્ય મુળુભાઈ બેરા અને રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણજારીયાએ જિલ્લા રમત સંકુલ અને જિલ્લા સરકારી ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. ખંભાળિયાના મુખ્ય મથકે નવનિર્મિત જિલ્લા રમત સંકુલની મુલાકાત […]
ભાણવડના ટીમડી ગામે 7 ફૂટનો અજગર પકડાયો
ભાણવડ તાલુકાના ટીમડી ગામે વાડી વિસ્તારમાં એક મકાન નજીકથી સાત ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ (ભાણવડ) ની ટીમે આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. અજગર ઘૂસી જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી માહિતી મુજબ, ટીમડી ગામમાં વાડી વિસ્તારમાં આવેલા એક મકાનની બાજુમાં પશુઓના ખોરાક (ભૂકા) […]
ખંભાળિયામાં કેન્દ્ર સરકારના 12 વર્ષની કામગીરીનું પ્રદર્શન
ખંભાળિયા નગરપાલિકા ખાતે ‘ભારત 3.૦: પરિવર્તનનો દાયકો’ શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ અને સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પ્રદર્શન યોજાયું છે. ધારાસભ્ય મુળુભાઈ બેરા અને નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા સહિતના મહાનુભાવોએ તેની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન ‘સંકલ્પથી સિદ્ધિ: નૂતન […]
દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે તરફના રોડમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ
વડોદરાના તરસાલી વિસ્તારમાં વાહનચાલકોની સુવિધા માટે ચાલી રહેલી રોડ વાઇડનીંગની કામગીરી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીના રસ્તાને પહોળો કરવાની આ યોજના અંતર્ગત તરસાલી ગામ દ્વારકેશ ફાર્મથી લઈને નેશનલ હાઇવે સુધીનો હયાત રસ્તો ખોદીને ત્યાં મજબૂત આર.સી.સી. (RCC) રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં […]










