Gujarat

પંચમહાલમાં 18 જૂને જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાશે

પંચમહાલ જિલ્લામાં આગામી 18 જૂન, 2026ના રોજ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા મધ્ય ગુજરાત ઝોન માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના ભાગરૂપે આ સમિટ હાલોલ સ્થિત પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. જિલ્લા તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સમિટના સફળ આયોજન અને અમલીકરણ […]

Gujarat

ગાગામાં 20 દિવસથી જોખમરૂપ ટ્રાન્સફોર્મર યથાવત

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે કાંકરિયા વાડી વિસ્તારમાં એક ખેડૂતનું ટ્રાન્સફોર્મર (TC) છેલ્લા 20 દિવસથી વીજપોલ પર જોખમી રીતે લટકી રહ્યું છે. આ માઈક્રો A.G. ફીડરનો એક ભાગ છે. ખેડૂત કરમુર કરશન ખીમાભાઈના જણાવ્યા અનુસાર, આ જોખમી સ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા PGVCLને આ અંગે અનેક […]

Gujarat

કલ્યાણપુરના જામપર નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો

કલ્યાણપુરના જામપર નજીક એક રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના જામપર ગૌશાળા આગળ બની હતી પ્રાથમિક માહિતી અનુસાર, કલ્યાણપુર ગામથી આવી રહેલી રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. સદનસીબે, રિક્ષામાં સવાર રિક્ષાચાલક અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

Gujarat

રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઇસમની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઇસમની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેરમાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહી બુટલેર તેમજ ગેરકાયદેસર ઇગ્લીશ દારૂના કેશોમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ, પોલીસ કમિશનર દ્રારા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી જીલ્લા […]

Gujarat

પાલનપુર પંથકમાં કુદરતી સંકેત કોળોમણના આધારે વરસાદનો વડીલોનો વરતારો

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક હવામાન આગાહીના યુગમાં પણ વડીલો આજે કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરે છે. તેમાં સૌથી મહત્વનો સંકેત કોળોમણ માનવામાં આવે છે. વહેલી સવારે પૂર્વ કે દક્ષિણ દિશામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળે તેને ગ્રામીણ ભાષામાં કોળોમણ કહેવામાં આવે છે. વર્ષો જૂની લોકમાન્યતા મુજબ કોળોમણ દેખાયા બાદ અંદાજે 15 […]

Gujarat

મીઠાપુર પોલીસે 41 દારૂની બોટલ જપ્ત કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોહિબીશન કાયદાના અમલ માટે મીઠાપુર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ કરતા બે બુટલેગરને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 41 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મીઠાપુર પોલીસ સ્ટેશનના PI કે.એસ. ગરચરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે, આરંભડા GIDC નજીક ટાટા કંપનીના […]

Gujarat

સાણંદમાં ચાલુ ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ

સાણંદના માધવનગર પાસે આવેલી વાઘેશ્વરી હોટલ નજીક મોડી રાત્રે એક ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. વિરમગામથી સાણંદ તરફ આવી રહેલી આ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે, ટ્રક ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટને કારણે […]

Gujarat

ભાજપ કાર્યકરના હત્યારા મોન્ટુ નામદારે પોલીસને ગાળો ભાંડી

અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો ખાડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભાજપના કાર્યકરની હત્યાના ગુનામાં જેલની સજા કાપી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યા બાદ જાહેરમાં દારૂ પીને ફટાકડા ફોડી આતંક મચાવી રહ્યો હતો. ખાડિયા પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા ગઈ ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ તેણે પોલીસકર્મીને બેફામ […]

Gujarat

ભાવનગરમાં ખ્યાનામ તબીબના હત્યારાઓનો આતંક

ભાવનગર શહેરમાં બે વર્ષ પહેલાં થયેલી એક તબીબની હત્યાના કેસમાં જામીન પર મુક્ત થયેલા આરોપીઓએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો વધુ એક ગંભીર ગુનો આચર્યો છે. હત્યા સમયે ઇજાગ્રસ્ત તબીબ અને તેમના પુત્રને કારમાં હોસ્પિટલ સારવારમાં લઈ જઈ મદદ કરનાર વિજયભાઈ ગોહેલ નામના વ્યક્તિ પર આરોપીઓએ દાઝ રાખી હતી. જેલમાંથી બહાર આવીને આરોપીઓએ જામીન મેળવવા […]

Gujarat

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર ડુંગળીના કોથળા નીચે છુપાવી લવાતો 15 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1ની ટીમે અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.48 પર ડુંગળી ભરેલા ટ્રકની આડમાં સંતાડી લવાતો રૂ.15.32 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિત કુલ 20.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર એક શખ્સને વોન્ટેડ […]