વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને આ શ્રમદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતે હાથમાં સાવરણી પકડીને ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવા શ્રમદાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના […]
India
વેરાવળ-પાટણમાં સફાઈ કર્મચારીઓ માટે વિવિધ સ્થળોએ ટી.બી. મુક્ત ભારત અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ
ટી.બી. મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના સફાઈ કર્મીઓ માટે શહેરના વિવિધ સ્થળોએ આઈ.ઈ.સી. (માહિતી, શિક્ષણ અને સંચાર) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓને ક્ષયરોગ (ટી.બી.) ના લક્ષણો, સમયસર નિદાન, સંપૂર્ણ સારવાર અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જનજાગૃતિનો સંદેશો […]
વેરાવળ પાટણ પાલિકાનું નામ બદલી સોમનાથ કરો : નવનિયુક્ત હોદ્દેદારો
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વેરાવળ – પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ સોમનાથ નગરપાલિકા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ સહિતના પદાધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]
કાનાલુસમાં રિલાયન્સ દ્વારા સમાજવાડીનું ખાતમુહૂર્ત
જામનગર જિલ્લાના કાનાલુસ ગામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નવી ગ્રામ સમાજવાડીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સમાજવાડી 2000 લોકોની ક્ષમતા ધરાવતી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ પ્રોજેક્ટ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં વર-કન્યા માટે વિશેષ રૂમ, વિશાળ રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ […]
વિરાતલાવડીમાં નવા બોરનું ખાતમુહૂર્ત, 20 વર્ષ જૂની સમસ્યાનો અંત
ગાંધીનગર જિલ્લાના વિરાતલાવડી ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે નવા બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષ 2002થી આ વિસ્તારમાં બોરની માંગણી હતી, જે હવે 20 વર્ષથી વધુ સમય બાદ પૂર્ણ થવા જઈ રહી છે. આ કાર્યથી ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.ઇન્દિરાનગરના રહેવાસીઓ પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો […]
કલોલમાં બે હિંસક વાનરો પાંજરે પુરાયા
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે વાનર રાજ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને જી.ઈ.બી. કચેરી અને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડને પોતાનો અડ્ડો બનાવી બેઠેલા બે હિંસક કપિરાજનો આતંક એટલો વધી ગયો હતો કે લોકો રસ્તા પર નીકળતા ડરતા હતા. આ બંને હિંસક વાનરોએ અત્યાર સુધીમાં 30થી વધુ લોકોને ઓચિંતા હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ […]
18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડની ઠગાઈ
વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ રાખીને સાયબર ગઠિયાઓએ 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, CBI, IPS અધિકારી, જજ અને વકીલ તરીકે ઓળખ આપી ગઠિયાઓએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને વૃદ્ધને 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા. […]
અમદાવાદના સામાજિક કાર્યકરના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર
જૂનાગઢ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં અમદાવાદ શહેરમાં ગરીબો, પીડિતો, શ્રમિકો અને લારીગલ્લા-પાથરણાવાળાઓના હકો માટે લાંબા સમયથી લડત ચલાવતા સામાજિક કાર્યકર રાકેશ ભીખાભાઈ મહેરિયા વિરૂદ્ધ શરૂ કરાયેલી તડીપારની કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ કાનૂનની પ્રક્રિયા રાજકીય ઈશારે […]
દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડતાં ધારીયું ઝીંક્યું; માથામાં 3 ટાંકા આવ્યા
પાલીતાણાના બસ સ્ટેન્ડ રોડ પર દીકરી બાબતે અપશબ્દો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રએ ઉશ્કેરાઈને એક વેપારી પર ધારીયા અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 3 ટાંકા આવ્યા છે. આ […]
સવારના સેશનમાં ધો-10 અને 12ના 616 વિદ્યાર્થીઓ હાજર, 382 ગેરહાજર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જૂન, 2026ની પૂરક પરીક્ષાના બીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને કડક માહોલમાં યોજાઈ હતી. સવારના સેશનમાં બંને પ્રવાહના થઈને કુલ 998 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહ્યા હતા, જ્યારે 382 અરજદારો ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ બોર્ડના જણાવ્યા […]










