Gujarat

તમાકુ નિષેધ દિવસે શિપયાર્ડમાં આરોગ્ય જાગૃતિ

ભાવનગર બ્લડ બેંક અને AP મોલર મર્સ્ક દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર V.2/V.3 સ્થિત પ્રિયા બ્લ્યુ શીપ ગ્રીન રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડમાં ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં અમરગઢની ડેન્ટલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલની ટીમે નાટક રજૂ કર્યું હતું. આ નાટક […]

Gujarat

IPL લાઇવ મેચ પર જુગાર

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરતેજ ગામમાંથી આઈપીએલ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને આઈફોન તથા લાખો રૂપિયાના આઈ.ડી. બેલેન્સ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જામનગરના મુખ્ય સૂત્રધારનું નામ ખુલતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પંચોને સાથે રાખીને રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો LCB […]

Gujarat

બ્રિલિયન્ટ સ્કૂલનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી

જામનગરના વ્યસ્ત રણજીતસાગર રોડ પર આજે બપોરના સમયે આ ઘટના બની હતી. ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો આ ટાવર પવનના જોરદાર ઝાટકા સહન ન કરી શકતા રસ્તા પર તૂટી પડ્યો હતો. ટાવર પડવાના અવાજથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ઘટના બપોરના સમયે બની હોવાથી વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો, […]

Gujarat

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની કાર્યવાહી: શેઠવડાળામાંથી ₹75 લાખના ગેરકાયદેસર લાઈમ સ્ટોન ભરેલા 3 ડમ્પર ઝડપાયા

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના આદેશ બાદ જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઈમ સ્ટોનનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા છે. પોલીસે કુલ ₹75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ અંતર્ગત, રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

જામનગર પોલીસે ખોવાયેલો iPhone-14 CCTVથી શોધી કાઢ્યો

જામનગર શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ખોવાયેલો આઈફોન-14 મોબાઇલ શોધી તેના માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની અને મુખ્ય મથકના કાર્યકારી નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓ […]

Gujarat

જામનગરમાં પવનચક્કી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

જામનગર LCB પોલીસે લાલપુર અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કીના કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹1,77,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ પવનચક્કીના કિંમતી કોપર કેબલ વાયરની ચોરી કરતી હતી. LCBએ સઘન તપાસ બાદ દિગ્વિજય પ્લોટ-૪૯, રામ સાયકલ સ્ટોર પાસેથી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જામનગર જિલ્લાના […]

Gujarat

ઉનામાં વારંવાર વીજકાપ, હાઈ વોલ્ટેજથી તબીબો પરેશાન

ઉનામાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી PGVCL દ્વારા વારંવાર વીજકાપ કરવામાં આવતા તબીબો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉના-દીવ આઈ.એમ.એ.ના ડો. અરવિંદ કાતરીયા, ડી.ડી. સોલંકી, મુકેશ બલદાણીયા, આશિષ વકીલ, સંજય વાઢેર, અક્ષય માંડવીયા,રસિક વઘાસિયા સહિતના તબીબોએ PGVCLના પ્રાંત કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. તબીબોએ જણાવ્યું કે, અચાનક વીજળી ગુલ થવાથી ક્રિટિકલ દર્દીઓની સારવારમાં […]

Gujarat

નશાકારક કફ સિરપના રેકેટનો પર્દાફાશ

શહેરમાં પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજીની ટીમે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને વડવા તલાવડીના એક શખ્સને કોડીન ફોસ્ફેટ કફ સિરપની 119 બોટલો સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સની પૂછપરછમાં અમરેલીથી મંગાવાતા કફ સિરપ અને સ્થાનિક પાનના ગલ્લા પરથી […]

Gujarat

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામના નામે 20 લાખની કમાણી

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રથમ વખત દાખલ કરવામાં આવેલી પ્રવેશ પરીક્ષા (Entrance Exam) મોટો વિવાદ જગાવી રહી છે. આ પરીક્ષાના માધ્યમથી ફેકલ્ટીને લાખો રૂપિયાની કમાણી થઈ હોવાનો ખુલાસો થતાં જ વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે. વિદ્યાર્થી અગ્રણીઓએ આ રકમનો ઉપયોગ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના હિત અને સુવિધાઓ માટે જ […]

Gujarat

લિંબાયતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

મેડિકલ ડ્રગ્સ સપ્લાય કરનારી એક મુખ્ય સૂત્રધાર મહિલા લિંબાયત પોલીસના સિકંજામાં આવી ગઈ છે. લિંબાયત પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન ઓપરેશન હાથ ધરીને મીઠીખાડી વિસ્તારમાંથી 32 વર્ષીય મહિલા આરોપી આફરીનબી વાસીમ સૈયદની ધરપકડ કરી છે. આ શાતિર મહિલા ડૉક્ટરના સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી ન શકાય તેવી અત્યંત જોખમી એન્ટી-ડિપ્રેશન દવાઓ ગેરકાયદેસર રીતે […]