Gujarat

સુરત-બેંગકોક ફ્લાઈટ 1 જુલાઈથી બંધ, હવે માત્ર બે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ

સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયું હોવાની વાત છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય […]

Gujarat

ગત વર્ષથી 4550 દસ્તાવેજ ઓછા થયાં છતાં 419 કરોડ આવક જંત્રી દરને પગલે સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું

મહેસાણા જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 10 તાલુકામાં કુલ 70,115 દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજો પરથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે સરકારને રૂ.418.85 કરોડની તોતિંગ આવક થઈ છે. જોકે, ગત વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે દસ્તાવેજ નોંધણીમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જિલ્લામાં 74,665 દસ્તાવેજ સામે રૂ.440.23 કરોડની આવક સરકારી તિજોરીમાં નોંધાઈ […]

Gujarat

જસદણમાં ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશ

જસદણના નવા બસ સ્ટેશન નજીક આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડી દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક અને એક કર્મચારીને પણ ઝડપી પાડ્યા છે. પોલીસને અગાઉથી જ આ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી […]

Gujarat

રાજકોટમાં યુવતી સાથે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ

રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં એક મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી ખાતરી આપી દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી. હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં 3 દિવસ પહેલા યુવક ભગાડી ગયો હતો. સબંધીના ઘરે ચાર વખત દુષ્કર્મ આચર્યા બાદ હું પરિણીત છું તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને છોડીને […]

Gujarat

જેસરના શાંતિનગર ગામે ખેતરમાં અજગર દેખાયો

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે એક ખેતરમાં અજગર દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ વિશાળ અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતા જ ખેડૂતો ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અજગર ખેતરના વિસ્તાર નજીક દેખાયો હોવાથી […]

Gujarat

નેસવડમાં બે શખ્સે મળીને આધેડને ધોકા-ઢીકાપાટુનો માર માર્યો, પોલીસે શોધખોળ શરૂ કરી

ઘોઘા તાલુકાના નેસવડ ગામે દીકરાએ લીધેલા હાથઉછીના પૈસા પરત માંગવા બાબતે થયેલી માથાકૂટમાં પિતા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ મામલે ગામના જ બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત નેસવડ ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ […]

Gujarat

IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી […]

Gujarat

મસીતીયા ગામેથી એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કાર્યરત હતી. પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમને બાતમીદારો દ્વારા સચોટ માહિતી […]

Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમમાં 3 વિદ્યાર્થીઓની પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી “ટગ ઓફ વોર” (રસાખેંચ) ટુર્નામેન્ટની ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓમાં પરમાર હિરલ કાંતિલાલ, જાડેજા મજબુતસિંહ ક્રિષ્નસિંહ અને વાઘેલા ક્રિષ્નસિંહ જયેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ પસંદગી પામેલા ખેલાડીઓ 07 એપ્રિલ, 2026 થી 10 એપ્રિલ, 2026 દરમિયાન યુનિવર્સિટી ઓફ કલીકટ, મલાપુરમ (કેરળ) ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં […]

Gujarat

ટેન્કરમાંથી ડીઝલ કાઢી બારોબાર વેચાણ કરવાનું કારસ્તાન ખૂલ્યું, પાંચ શખ્સ ઝબ્બે

દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દાતા ગામ નજીક વાડીમાં દરોડો પાડી અનઅધિકૃત ડિઝલનો સંગ્રહ કરી વાહનોને ઓછા ભાવે વેંચી મારવાના કારસ્તાનનો પર્દાફાશ કરી પાંચ શખસોને પકડી પાડી 1700 લીટર ડીઝલ ઉપરાંત ચાર ટેન્કર સહિત રૂા. 81.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં ટેન્કરમાંથી ડીઝલ કાઢી વેચાણનુ તરકટ હોવાનુ ખુલ્યુ હતુ.આ કૌંભાડમાં સંડોવાયેલા મનાતા જામનગરના ટેન્કર […]