દેશમાં સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. દેશના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૯૦ને પાર પહોંચી ગઈ હતી. તો ઘણાં શહેરોમાં ૯૦ની સાવ નજીક જઈને મીટર અટકી ગયું હતું. પેટ્રોલની પ્રાઈઝ સૌથી વધુ શ્રીગંગાનગરમાં ૯૯.૫૬ નોંધાઈ હતી. દેશભરમાં પેટ્રોલની કિંમતમાં સરેરાશ ૨૫થી ૨૯ પૈસાનો વધારો થયો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ સૌથી […]
India
ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો, 19 વર્ષથી હતો ફરાર
ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. આરોપી રફીક હુસેન ભટુક થોડા દિવસ અગાઉ જ ગોધરાના પોતાના ઘરે આવ્યો હતો. ઝડપાયેલો આરોપી દિલ્હીમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું […]
આજથી દેશભરમાં FASTag ફરજિયાત, નહી લગાવવા પર ચુકવવી પડશે બે ગણી રકમ
દેશભરના ટોલ પ્લાઝા પર ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ FASTag આજથી ફરજિયાત થઈ જશે. જે લોકોએ અત્યાર સુધી પોતાની ગાડીમાં તેને નથી લગાવ્યું કે પછી જેની ગાડીમાં ટેગ કામ નથી કરી રહ્યું તેને દંડ ભરવો પડી શકે છે. દંડ સ્વરૂપે ગ્રાહકોએ પોતના વાહનોની કેટગરીના હિસાબથી લાગતા ટોલની બે ગણી રકમ ચુકવવી પડી શકે છે. ફાસ્ટ ટેગ લાગેલા […]
પશ્ચિમ બંગાળમાં 22 ફેબ્રુઆરી બાદ જાહેર થઈ શકે છે વિધાનસભાની ચૂંટણીની તારીખો
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાયેલી છે ત્યારે રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પર દરેકની નજર ટકેલી છે. વિગતો મળી રહી છે કે બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાત 22 ફેબ્રુઆરીએ થઈ શકે છે. કારણ કે, 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં તેઓ અનેક યોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહેલદેવના સ્મારકનો કર્યો શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વસંત પંચમીના દિવસે શ્રીવસ્તીના મહાન યોદ્ધા રાજા સહલદેવની 4.20 મીટર ઉંચી પ્રતિમા નિર્માણનો વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી શિલાન્યાસ કરાવ્યો. એ સિવાય વડાપ્રધાને ચિત્તૌરા ઝીલના વિકાસ કાર્યોનો પણ શિલાન્યાસ કરાવ્યો. આ તકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં. આ પ્રોજેક્ટમાં મહારાજા સુહેલદેવની એક ઘોડા પર સવાર પ્રતિમાની સ્થાપના, કૈફેટેરિયા, અતિથિ ગૃહ અને […]
CM Vijay Rupani: વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈ ઢળી પડ્યા. જુઓ વીડિયો
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) પણ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે ત્રીજી સભા સંબોધતા તેઓની તબિયત લથડી હતી ત્યારે સ્થાનિક સુરક્ષા કર્મચારીઓએ તેઓને સંભાળી લીધા હતા. ત્યારબાદ તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ (CM Vijay Rupani) વડોદરા એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ અમદાવાદ એરપોર્ટ ખાતે થી યુ […]
ખ્રિસ્તી સમુદાયે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 1 કરોડનું દાન આપ્યું
ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરના નિર્માણ માટે રવિવારે એક કરોડ રૂપિયાથી વધારે યોગદાન આપ્યું. કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી સીએન આશ્વત નારાયણ કાર્યાલયે રવિવારે જણાવ્યું કે, ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ બનનાર રામ મંદિર માટે ડોનેશનનું અભિયાન ચલાવી રહ્યાં છે. લોકોને રામ મંદિર નિર્માણ માટે […]
‘બૉયફ્રેન્ડ વિના કૉલેજમાં પ્રવેશ નહીં’ એમ.એસ યુનિવર્સિટીનો બોગસ સરક્યુલર વાયરલ
વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નામનો એક બોગસ સરક્યુલર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને 7 ફેબ્રુઆરી પહેલા બૉયફ્રેન્ડ બનાવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં, બૉયફ્રેન્ડ વિના કૉલેજમાં કોઈ છોકરીને પ્રવેશ નહીં આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઈ ભેજાબાજ દ્વારા એમ એસ […]
કચ્છ કસ્ટોડિયલ ડેથ: ગઢવી સમાજે આપ્યું આજે મુન્દ્રા બંધનું એલાન
ગઢવી સમાજે વેપારી એસોસિએશનને બંધમાં જોડાવા કરી અપીલ કચ્છ: જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં અટકાયતમાં લેવામાં આરોપીને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કેસમાં મુખ્ય આરોપી એવા ત્રણ પોલીસ કર્મચારીઓની હજુ સુધી ધરપકડ ના […]
ગુજરાત: કૉલેજોના પ્રથમ વર્ષમાં શૈક્ષણિક કાર્ય શરૂ, 11 મહિના બાદ કેમ્પસ ધમધમતા થયા
કોરોના સંક્રમણ બાદ કોલેજો બંધ કરવામાં આવી હતી કોવિડ ગાઈડલાઈન્સનું કરવું પડશે પાલન ગાંધીનગર: ગુજરાતમાં સ્કૂલ કૉલેજો ખુલ્યા બાદ આજથી સ્નાતક અને અનુસ્નાતક વર્ગના પ્રથમ વર્ષના વર્ગો શરૂ થઈ ગયા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 11 મહિના બાદ આજથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.રાજ્યમાં 11 જાન્યુઆરીએ ધોરણ […]










