Gujarat

રાત્રે 10 વાગ્યા પછી પતંગ-દોરી નહી વેચી શકાય, જેલની હવા ખાવી પડશે

ઉતરાયણનો તહેવાર આ વખતે પતંગ રસીયાઓ ધામધૂમથી નહી ઉજવી શકે. ઉતરાયણનો તહેવાર આ વખતે નિરશ જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે 10 વાગ્યા પછી અમદાવાદ સહિતના શહેરોમાં કરફ્યૂ લાગુ હોય […]

Gujarat

આરોગ્ય મંત્રાલયે કોરોના વેક્સિનેશન વચ્ચે પોલિયો રસીકરણ અભિયાન ટાળ્યું

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થવાનો છે. આની અસર હવે દેશમાં ચાલી રહેલા અન્ય અભિયાનો ઉપર પડતી જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ થનાર પોલિયો રસીકરણ દિવસને આગળ વધારી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે આની જાણકારી આપવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અપ્રત્યાશિત ગતિવિધિઓના કારણે હાલમાં આ કાર્યક્રમને આગામી આદેશ સુધી […]

Gujarat

કોરોનાને હરાવવા ભારત સજ્જ, સીરમ બાદ હવે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’નો જથ્થો પહોંચ્યો દિલ્હી

India Fight Against Corona: સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વૅક્સીનેશનનું મહાઅભિયાન (Corona Vaccination Drive) શરૂ કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશના અલગ-અલગ શહેરોમાં કોરોના વૅક્સીન (Corona Vaccine) પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. આ દરમિયાન ભારત બાયોટેકની કોરોના વેક્સીન (Bharat Biotech Vaccine) “કોવેક્સીન”નો (Covaxin) પ્રથમ જથ્થો હૈદરાબાદથી દિલ્હી પહોંચી ગયો છે. દિલ્હી પહોંચેલા […]

Gujarat

ફેસબુક-Twitter પછી YouTubeએ હટાવ્યા ટ્રમ્પના વીડિયો, 7 દિવસનો પ્રતિબંધ

ફેસબુક અને ટ્વિર પછી હવે YouTubeએ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ એક્શન લીધી છે. યૂટ્યુબે પોતાના પ્લેટફોર્મ પરથી ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલથી અપલોડ કરવામાં આવેલી નવી પોસ્ટ હટાવી લીધી છે. યૂટ્યૂબે હિંસા માટે બનાવેલી પોતાની નીતિઓનો ઉલ્લંઘનનો હવાલો આપતા પોસ્ટ હટાવી લીધી છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલને યુટ્યુબની સેવા શરતોના ઉલ્લંઘનના આરોપમાં સાત દિવસ […]

Gujarat

ભાજપા નેતાનું વિવાદિત નિવેદન: ‘કોરોના વેક્સિન પર વિશ્વાસ નથી તે પાકિસ્તાન જતા રહે’

કોરોના વાયરસ વેક્સિનનને લઈને મુસ્લિમ સમુદાય તરફથી વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાઓ વચ્ચે ભાજપા ધારાસભ્યએ વિવાદીત નિવેદન આપ્યું છે. મેરઠના સરધાણાથી ધારાસભ્ય સંગીત સિંહ સોમે ચંદોસીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કોવિડ-19 રસીકરણના પ્રશ્ન પર કહ્યું કે, દૂર્ભાગ્યથી કેટલાક મુસ્લિમ દેશ પર વિશ્વાસ કરી રહ્યાં નથી. તેઓ દેશના વૈજ્ઞાનિક, પોલીસ અને વડાપ્રધાન પર વિશ્વાસ કરતા નથી. […]

Gujarat

અમદાવાદ: ઘાટલોડિયામાં સળગતી હાલતમાં યુવકની પાંચમા માળેથી મોતની છલાંગ

Ahmedabad Suicide Case: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરમાં એક યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં યુવકે સળગતી હાલતમાં ટાવરના પાંચમાં માળેથી કૂદકો (Jump To Death) મારી મોતને વહાલુ કર્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઘાટલોડિયાના સમર્પણ ટાવરના પાંચમા માળેથી જયપ્રકાશ નામના શખ્સે સળગતી હાલતમાં નીચે ઝંપલાવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં […]

Gujarat

કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી આજે અમદાવાદ આવશે, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવવા (Uttarayan Celebration) માટે અમદાવાદ આવવાના છે. અમદાવાદ આવ્યા બાદ અમિત શાહ સોમનાથ ટ્રસ્ટની (Somnath Trust) બેઠકમાં હાજરી પણ આપશે. કોરોનાના (Corona Pandemic) કારણે રાજ્ય સરકારના જાહેરનામા મુજબ માત્ર પરિવારના સભ્યો જ ધાબા પર પતંગ ચગાવી […]

Gujarat

કોરોના: પાછલા 24 કલાકમાં સંક્રમણના 15,968 નવા કેસ, 202 મોત

ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 15,968 નવા કેસ નોંધવામાં આવ્યા છે અને 202 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં જ 17,817 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1 કોરડ 4 લાખ 95 હજાર થઈ ગઈ છે. એક્ટિવ કેસોની સંખ્યા હાલના સમયમાં 2 લાખ […]

Gujarat

બે દિવસમાં જ પોલીસે બંધ કરાવી ‘ગોડસે જ્ઞાનશાળા’ની લાઈબ્રેરી

બે દિવસ પહેલા જ અખિલ ભારતીય હિન્દૂ મહાસભામાં પોતાના ગ્વાલિયર ઓફિસમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને લઈને લાઈબ્રેરી ખોલવામાં આવી હતી. મંગળવારે પોલીસે આને બંધ કરાવીને પુસ્તકો જપ્ત કરી લીધી. કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસે તેની કાર્યવાહી કરી છે. હિન્દૂ મહાસભાની ‘ગોડસે જ્ઞાનશાળા’ને લઈને ખુબ જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા અને સોશિયલ મીડિયા પર […]

Gujarat

ખેડૂતોની શંકા પર કમેટીના સભ્યએ કહ્યું- SCના નિર્દેશ પર કરીશું કામ, વ્યક્તિગત અભિપ્રાય રાખીશું દૂર

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવતા કમેટીની રચના કરી દીધી છે. આ કમેટીમાં ખેડૂત નેતા ભૂપિન્દર સિંહ માન, કૃષિ વૈજ્ઞાનિક ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ ડો. અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા અનિલ ઘનવંત સામેલ છે. આ કમેટી નવા કૃષિ કાયદાઓ પર ખેડૂતોની ફરિયાદો અને સરકારના અભિપ્રાય જાણશે […]