Gujarat

જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

જૂનાગઢ : જૂનાગઢ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતામાં કોરોના વાયરસની બીમારી ફેલાતા સમગ્ર ભારતમાં, સામાજીક અંતર જાળવવાની સુચના સરકારશ્રીની હોય તે બાબતને ધ્યાનમાં રાખતા ઓનલાઇન ભરતી આયોજન તા.૧૨-૦૧-૨૦૨૧ તથા તા.૨૫-૦૧-૨૦૨૧ ના રોજ ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવાં ઇચ્છતા તમામ ઉમેદવારો પોતાની વિગતો નીચે […]

Gujarat

જૂનાગઢ : વાસ્મો દ્વારા કાણેક ગામ માટે રૂ. 4.88 લાખના વિકાસના કામો મંજૂર

જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માળીયાહાટીના તાલુકાના કાણેક ગામ માટેના અંદાજીત રૂપિયા ૪.૮૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કાણેક ગામની ૧૪૦૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા કાણેક ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૮૮ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇન, પંપીંગ મશીનરી માટે, કામો હાથ ધરવામાં આવશે.  

Gujarat

જૂનાગઢ : કિસાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને માંગરોળના 17 ગામોમાં દિવસે વિજળી આપવાનો પ્રારંભ

માંગરોળ તાલુકાના ૧૦ ફીડરનાં ૧૭ ગામના ખેડુતોને કિસાન સુર્યોદય યોજના અંતર્ગત દિવસે વિજળી આપવાનો પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમનીની ઉપસ્થિતિમાં શીલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. માંગરોળ તાલુકાના કાલેજ, વિરોલ, મેખડી, બામણવાડા, ઝરીયાવાડા, દિવાસા, સાંગાવાડા, ચાખવા, ફરંગટા, નગીચાણા, નાંદરખી, શીલ, તલોદ્રા, લોએજ, સરસાલી, દિવરાણા અને કંકાણાનો સમાવેશ થાય છે. માંગરોળ […]

Gujarat

માંગરોળ, મોસાલી ખાતે ધોરણ 10-12નાં વર્ગો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ શરૂ

રાજ્યનાં શિક્ષણ વિભાગે આજથી રાજ્યભર માં ધોરણ-૧0 અને ધોરણ-૧૨ નાં વર્ગો કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવાની જાહેરાત કરતાં, તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ. પી. એમ. બોઇઝ અને એસ.પી.એમ.ગર્લ્સ સ્કૂલ, મોસાલી ખાતે આવેલી સરકારી માધ્યમિક સ્કૂલ ખાતે ઉપરોક્ત વર્ગો શરૂ થઈ ગયા છે.બે દિવસ અગાઉ જ વર્ગ ખંડોની સફાઈ કરી,સેનેતાઈઝર કરી દેવામાં આવ્યા […]

Gujarat

મોડાસા : પરખ સંસ્થા દ્વારા બાળકોને તલ–ચીકીનું વિતરણ

અરવલ્લી ધ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ હેઠળ બાળકો માટે તા: ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ તલ-ચીકી નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં U.G.V.C.L ધ્વારા અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ને ૧૦ બોક્સ ચીક્કી આપવામાં આવી. અરવલ્લી ચાઈલ્ડ લાઈન ટીમ ધ્વારા મોડાસા શહેર ના મેઘરજ ચોકડી,ઓધારી તળાવ,શાસ્ત્રીનગર,ડુગરવાડા બાય-પાસ રોડ ઉપર અન્ય જીલ્લા માંથી આવેલા સ્થળાંતરીત શ્રમિકો […]

Gujarat

લવ-જેહાદનો કાયદો લાવવા બનાસકાંઠા જિલ્લામાં રેલી યોજી માંગ કરી

બનાસકાંઠા જિલ્લામાં લવ જેહાદનાં વિરોધ પ્રદર્શનની રેલી યોજવામાં આવી હતી જેમાં હિન્દુ ધર્મનાં લોકો એ રેલીમાં નારા સાથે કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને માંગ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આજે ચોતરફ ‘લવ જેહાદ’ની ચર્ચા થઇ રહી છે. જેટલા મોંઢા એટલી વાતો અને જેટા લોકો એટલા પ્રકારની ચર્ચાઓ. ભારતીય જનતા […]

Gujarat

માંગરોળમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા સંજીવની નેચર ફાઉન્ડેશનની ટિમ ખડેપગે

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મકરસંક્રાતીના તહેવાર નિમિત્તે ઉપરાંત તા.૧૦ થી ૨૦ જાન્યુ. દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં પતંગ ચગાવતા હોય છે. આ સમય દરમ્યાન પતંગના માંજાવાળા દોરાથી પક્ષીઓને ઇજા થતી હોય છે. મૃત્યુ પામે છે. આ બનાવો સંદર્ભે માંગરોળ માં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા નિર્દોષ પક્ષીઓના જીવ બચાવો અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલીક સારવાર આપવા માટે ખાસ […]

Gujarat

રાજકોટ : ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇને જાહેરનામું

રાજકોટ શહેર પોલીસ કમિશનર બાદ જીલ્લા વડા બલરામ મીણાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇને જાહેરનામાની વિગત જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવણી કરી શકે છે. મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, […]

Gujarat

રાજકોટ : નવાગામ વિસ્તારમાં જૂના ઝઘડાનો ખાર રાખી પાડોશીએ યુવાનને રહેંસી નાંખ્યો

રાજકોટ શહેર નવાગામ આણંદપરમાં ઠાકર મંદિરની બાજુમાં મામાવાડી પાસે રહેતા આકાશ પોલાભાઈ કાંજીયા નામનો ૨૧ વર્ષનો યુવાન નવાગામ રોડ પર મામાવાડી રસ્તા પાસે હતો. ત્યારે આમીરખાન શેખ, ઈરફાન શેખ, રીઝવાન શેખ, મકસુદ શેખ, સત્યામસિંગ રાજપૂત નામના પ શખ્સોએ લોખંડના પાઈપ અને સળીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં […]

Gujarat

રાજકોટ : ખોરાણા ગામેથી ચાઈનીઝ દોરીના ગેરકાયદે જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી કુવાડવા પોલીસ

રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન P.I એમ.સી.વાળા P.S.I આર.કે.રાઠોડ તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે મકરસંક્રાંતી તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડેલ હોય. જાહેરનામાનો ભંગ કરી. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી જતીનભાઈ વિનોદભાઈ વખારીયા જાતે. વાણીયા ઉ.૩૬ રહે. […]