જામનગરમાં કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ-૨૦૨૧ના પ્રથમ દિવસે પક્ષીઓ બંધનમાંથી મુકત થઇ આકાશમાં કોઇ પણ પ્રકારના ભય વગર વિહરી શકે તે માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શહેરમાં તળાવની પાળે પિંજરામાંના ૫૦ પક્ષીઓને આઝાદ કરાયા હતાં. ટ્રસ્ટના હોદેદારોએ માનવજીવનને પણ કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ અપાવવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
India
ખાનગી હોસ્પિટલના કર્મીઓને આગની દુધર્ટનામાં ફાયર સેફટીના સાધનોના ઉપયોગની તાલીમ
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ સહિત રાજયમાં ખાનગી કોવિલ હોસ્પિટલમાં આગના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં. ત્યારે રહી રહીને જાગેલી રાજય સરકારના આદેશના પગલે જામનગર સહિત તમામ શહેરોમાં હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનું ચેકીંગ હાથ ધરી નોટીસ ફટકારવાની કામગીરી શરૂ કરાઇ છે. ખાનગી હોસ્પિટલના કર્મીઓને ફાયર સેફટીના સાધનોની તાલીમ આપવાનું પણ શરૂ કરાયું છે. જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા […]
જામનગરમાં કોરોનાના કેસ વધ્યા, વધુ 20 સંક્રમિત થયાં
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા બાદ ફરી આંશિક વધારો થઇ રહ્યો છે. જેમાં શનિવારે સાંજ સુધીમાં શહેરમાં વધુ તેર અને ગ્રામ્યમાં વધુ ૭ દર્દીઓ પોઝીટીવ જાહેર થયા છે જયારે એકનું મોત નિપજ્યું છે. શહેર-જિલ્લામાં છેલ્લા એકાદ પખવવાડીયાથી કોરોનાના સંક્રમણમાં આંશિક વધઘટ યથાવત રહી છે. જેમાં શહેરમાં શનિવાર સાંજ સુધીમાં વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. […]
મેડિકલ કોલેજમાં રસીકરણ-આડઅસરમાં તાકીદની સારવાર માટે AEFI કેન્દ્ર બનાવાયું’તું
હેર-જિલ્લામાં બીજા તબકકામાં તંત્ર દ્વારા ૨૧ સ્થળોએ કોવિડ વેક્સિનેશનની ડ્રાયરન યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં મેડિકલ કોલેજ, બેડી શાળા નં.૨૭/૫૧, એમ.પી.શાહ સ્કૂલની આંગણવાડીમાં તથા જિલ્લામાં ૧૮ સ્થળોએ યોજાયેલો ડ્રાયરન કાર્યક્રમ સફળ રહ્યાનો દાવો તંત્રએ કર્યો છે. શહેરની એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ડ્રાયરન અંતર્ગત કોવીડ વેક્સીનેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તદ ઉપરાંત રસીની કોઇ આડઅસર જણાય […]
દરેડમાં 2000 પરિવારો નોંધારા બનવાની ભીતિ
જામનગરના દરેડ ગામે સરકારી જમીનમાં ખડકાયેલા રહેણાંક મકાનો દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી છે. આ સ્થિતિમાં આ જમીનમાં ગેરકાયદે રહેણાંક મકાનો બનાવી રહેતા આસામીએ રાજયમંત્રીને આવેદન પાઠવ્યું છે. જેમાં રહેણાંક મકાનો તોડાશે તો ૨૦૦૦ પરિવાર નોધારા બનશે. માટે એકમાત્ર આશરો ન છીનવવા વ્યાજબી ફી, દંડ વસૂલી નિયમિત કરી આપવા માંગણી કરી છે. રહેવાસીઓએ કોંગ્રેસના આગેવાનો […]
જામનગરમાં મેફેડ્રોન સાથે પકડાયેલી ત્રિપુટીના આજે રિમાન્ડ મંગાશે
*જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પુર્વ બાતમીના આધારે કાલાવડ નાકા બહાર રંગમતિ સોસાયટીમાં રહેતા ઇન્તીયાઝ જુસબભાઇ ખેરાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળાએ નશીલા પદાર્થ એફેડ્રોનો ૫૨ ગ્રામ જથ્થો મળ્યો હતો. આથી પોલીસે મકાનધારક ઇન્તીયાઝ ખેરાણી તેમજ સાથીદાર કમ ભાગીદાર તોહિદ હનીફભાઇ ખલીફા અને સલીમ કરીમખાન લોદીને પકડી પાડી રૂ.૫.૨૦ લાખનું ડ્રગ્સ, જુદા જુદા […]
લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા નેત્ર નિદાન કૅમ્પ
લાયન્સ ક્લબ ગાંધીનગર સાઇટ ફર્સ્ટ સમિતિના ચેરમેનશ્રી લાયન સંજયભાઇ પટેલના નેતૃત્વમાં ઉપપ્રમુખ લાયન શૈલેષભાઇ પટેલ (પૂર્વ મંત્રી, લાયન્સ ક્લબ ગાંધીનગર) ના જન્મ દિવસ નિમિત્તે કેર ફોર સિનિયર સિટીઝન અંર્તગત શ્રી રાહેલબા વૃદ્ધાશ્રમ – મગોડી, જી. ગાંધીનગર ખાતે નેત્ર નિદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 47 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી […]
જામનગરમાં ૩૦ કિ.મિ.ની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો03:45:24
જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના અંતિમ ચરણમાં સતત બીજા દિવસે લઘુતમ અને મહતમ તાપમાન સ્થિર રહેતા તિવ્ર ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ જનજીવને કર્યો હતો. જોકે, સુસવાટા મારતા બર્ફિલા પવનની ઝડપ વધી ૩૦ કિ.મિ. સુધી પહોચતા મોડીસાંજથી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહયુ હતું. છેલ્લા પખવાડીયા દરમિયાન તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ખાસ કરી સપ્તાહના પ્રારંભે રાત્રીનું તાપમાન […]
ગાંધીનગર જિલ્લામાં 190 દિવસના લાંબા અંતર બાદ 15 કેસ01:37:13
જિલ્લામાં નવા 15 કેસ સાથે કુલ પોઝિટિવનો આંકડો 7649એ પહોંચ્યો છે. કોરનાની વિદાય શરૂ થઇ હોય તેમ 190 દિવસના લાંબા અંતર બાદ શુક્રવારે 15 કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું પણ શુક્રવારે મોત નહી થતાં આરોગ્યતંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે કોરોનાની સારવારને અંતે વધુ 25 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 6790 […]
બોર્ડ પરીક્ષામાં બ્લોકદીઠ 30 વિદ્યાર્થી રહેશે
કોરોનાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ પુરક પરીક્ષાઓ સહિતની રાજ્યવ્યાપી પરીક્ષાઓ બ્લોકદીઠ 20 વિદ્યાર્થી સાથે લેવાઈ હતી અને આગામી બોર્ડ પરીક્ષાને લઈને ધો.10-12 સામાન્ય પ્રવાહ માટે બ્લોક દીઠ 20 વિદ્યાર્થી બેસી શકે તે રીતની વ્યવસ્થા સાથેની વિગતો બોર્ડે તમામ ડીઈઓ પાસેથી મંગાવી હતી.પંરતુ સરકારે હવે 11 મીથી સ્કૂલો ખુલી રહી છે અને કોરોનાની સ્થિતિ […]
