Gujarat

સુરેન્દ્રનગરના અંડર બ્રિજ પાસે ફૂટપાથ ઉપર તુટી ગયેલ ઢાકણા નાખવા માંગ

સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તા ઉપર આવેલા અંડર બ્રિજ ઉપર ઘણા સમયથી ફૂટપાથની આરસીસી પલેટ તુટી ગયેલ હોવાથી આ અંડર બ્રિજ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી રસ્તે નિકળતા રાહદારીઓમાં છવાઇ છે. વધુ વિગત મુજબ અંડર બ્રિજના રસ્તે પસાર થતા બહોળી સંખ્યામાં રાહદારીઓ સહિત કીરીટભાઈ ત્રીવેદીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તાના અંડર બ્રિજ ઉપર […]

Gujarat

જામનગરના ચનિયારા ગ્રુપ દ્વારા ખોટા બિલ બનાવી ટેક્સની ચોરી

નવા વર્ષમાં કરચોરી પકડવા માટે રાજકોટ ઈન્કમટેક્સે શ્રીગણેશ કર્યા છે. શુક્રવારે જામનગરમાં ચનિયારા ગ્રૂપ પર રાજકોટ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશન વીંગે દરોડા પાડયા હતા. સવારે ૧૧.૦૦ કલાકે શરૂ થયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી. ચનિયારા ગ્રુપ કન્સટ્રક્શન સાઈટ અને બ્રાસપાર્ટના એકમ ધરાવે છે. પેઢી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખોટા બિલ બનાવીને ટેક્સ ચોરી કરતી હોવાનું આવકવેરા […]

Gujarat

જામનગરમાં મકાનમાંથી 228 બોટલ દારૂ સાથે 1 ઝબ્બે

જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રામદેવ ચોક પાસે સીટી બી પોલીસે એક મકાનમાં દરોડો પાડી દારૂની ૨૨૮ બોટલ સાથે શખ્સને દબોચી લીધો હતો જેની પુછપુરછમાં સપ્લાયરનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં રામદેવ ચોક પાસે એક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી સીટી બી પોલીસએ હિતેન્દ્રસિંહ ઉર્ફે […]

Gujarat

લાલપુર રોડ પર આવેલ પટેલ પાર્કમાં રોજ છલકાતા ગટરના પાણી

જામનગર શહેરમાં લાલપુર રોડ પર પટેલ પાર્કમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટનની ગટરની લાઇન લીકેજ થતાં લાંબા સમયથી સ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા આજુબાજના રહેવાસીઓ, દુકાનદારો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા એપાર્ટમેન્ટ સામે પગલા ભરવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ […]

Gujarat

પતિ દારૂ પી ને ક્રૂરતા આચરતા શિક્ષિકા પત્નીની છૂટાછેટાની અરજી મંજૂર

જામનગરમાં પતિ દારૂ પી ને ક્રૂરતા આચરતા શિક્ષિકા પત્નિની છૂટાછેડાની અરજી અદાલતે મંજૂર કરી છે. દિકરીઓને પણ મારકૂટ કરતા માતાએ છૂટાછેડાની અરજી કરી હતી. શહેરના વૃંદાવન પાર્કમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ ગૌરીબેન કાનજીભાઇ ઝાલાના લગ્ન ૧૯૮૪માં કાનજીભાઇ રામજીભાઇ ઝાલા સાથે થયા હતાં. દંપતિને લગ્નજીવનથી ત્રણ પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો.   વર્ષ-૨૦૦૦માં […]

Gujarat

લાલપુરના ખીરસરા નજીક પોલીસની જીપ પર લૂંટારૂઓએ પથ્થર ફેંક્યો

દ્વારકા જિલ્લાના ભાણવડના મેવાસા ગામે ગુરૂવારે મધરાતે માતબર લૂંટને અંજામ આપ્યા બાદ નાકાબંધી વેળા કારમાં ભાગી રહેલા શખ્તોએ પોલીસ જીપને દુરથી જોઇ પથ્થર ફેંકી જીપનો કાચ તોડીને અંધારામાં નાશી છુટ્યાનો બનાવ બહાર આવ્યો છે. મેવાસા ગામની ભાગોળે રેલવે ફાટક પાસે વાડીવિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગુરૂવારે મધરાતે એક વાગ્યાના સુમારે છરી સહિતના ઘાતક હથિયાર સાથે […]

Gujarat

હાપામાં લાલચ આપી સ્કેચ કાર્ડના વેચાણથી પૈસા મેળવતી ગેંગ ઝડપાઇ

જામનગરના હાપામાં પંચ એ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇનામી કાર્ડ અંગે જાહેરાત કરીને લોકોને લાલચ આપી સ્કેચ કાર્ડ વેચાણ કરી પૈસા મેળવતી ગેંગના ચારને પકડી પાડી રોકડ, કાર, જુદા જુદા ઇનામી કાર્ડ વગેરે મળીને રૂ.૩.૪૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે વધુ એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તમામ સામે કાયદાકિય કાર્યવાહી હાથ ધરી છે. […]

Gujarat

લાલપુર તાલુકાના પડાણામાં ઝેરી દવા પી યુવકનો આપઘાત

લાલપુર તાલુકાના પડાણા ગામે ખારી વિસ્તારમાં રહેતા મયુરભાઈ ખેરાભાઈ વારસાકિયા (ઉ.વ.૨૨) નામના યુવાને ગત તા.૩૦ના રોજ ઝેરી પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તા.૫ના રોજ તેનું મૃત્યુ નિપજ્યું હતું. મેઘપર પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકે બીમારીથી ત્રસ્ત બની પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

Gujarat

બાળકો શાળામાં ગાઇડલાઇનનું પાલન કરશે, માસ્ક પહેરશે એવું સંમતિ પત્ર લેવાશે

આગામી ૧૧ જાન્યુઆરીના શાળામાં ધો.૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થઇ રહ્યા છે ત્યારે સરકારી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર વાલીએ બાળકો શાળામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે, માસ્ક પહેરીને આવશે તે લેખિત બાહેંધરી આપવી પડશે. વિષય, અભ્યાસક્રમની વ્યવસ્થાનો નિર્ણય શાળાના આચાર્ય કરી શકશે. આમ સરકાર અને શાળાએ પોતાની જવાબદારી માથેથી ખભે કરી છે. રાજયની માધ્યમિક અને ઉ.મા. […]

Gujarat

16 બેઠકોની 64 સીટો માટે 225એ કોંગ્રેસની ટિકિટ માંગી

*જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા શહેરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસમાં સવા બસ્સો જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી હોવાનું જાણવા મળે છે. નિરીક્ષકો દ્વારા આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી પાર્લામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જામનગર મહાપાલિકામાં ૧૯૯૫થી સતત […]