યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક મોટા પરિભાષામાં ફેરફારની જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ સરકાર AI ને સત્તાવાર રીતે “સુપર ઇન્ટેલિજન્સ” તરીકે ઓળખશે. તેમણે આ જાહેરાત વ્હાઇટ હાઉસમાં વિશ્વના કેટલાક મોટા ટેકનોલોજી નેતાઓ, જેમાં એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને જેન્સન હુઆંગનો સમાવેશ થાય છે, સાથે એક હાઇ-પ્રોફાઇલ […]
International
અરુણાચલમાં ભારત-મ્યાનમાર સરહદ પર આસામ રાઈફલ્સની ટુકડી પર ઉગ્રવાદીઓના હુમલામાં એક જવાન શહીદ, ૪ ઘાયલ
અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ કરતી ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં આસામ રાઈફલ્સના એક જવાનનું મોત થયું હતું અને અન્ય ચાર જવાન ઘાયલ થયા હતા. આ ઘટના સવારે લગભગ ૬.૩૦ વાગ્યે નામપોંગ સર્કલ હેઠળના નામપોંગ નાલા નજીક બની હતી, જ્યારે ૨૧ આસામ રાઈફલ્સના જવાનો એવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા […]
દુષ્કાળ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકાયુક્ત માટે ૧.૩૨ કરોડ રૂપિયાની લક્ઝરી કારને મંજૂરી
મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગે લોકાયુક્ત કાર્યાલયના ચાર સભ્યો માટે લક્ઝરી વાહનોની ખરીદી કરવા માટે ૧.૩૨ કરોડ રૂપિયા મંજૂર કરતો સરકારી ઠરાવ બહાર પાડ્યો છે. દરેક વાહન માટે ૩૩ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ આદેશમાં ‘ઇનોવા-હાઇક્રોસ (ઢઠ-૭જી)‘ મોડેલની ખરીદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાહનો તાજેતરમાં શપથ લેનારા લોકાયુક્ત સભ્યોને ફાળવવામાં આવ્યા […]
ગોલ્ડી બ્રારને હ્લમ્ૈંની ‘સૌથી વધુ વોન્ટેડ ૧૦ ફરાર ગુનેગારો‘ની યાદીમાં સામેલ કરાયો, ૧ મિલિયન ડોલરનું ઈનામ જાહેર
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ફરાર ગેંગસ્ટર સતિંદરજીત સિંહ – જે ‘ગોલ્ડી બ્રાર‘ તરીકે જાણીતો છે – તેને તેની ‘ટોચના ૧૦ વોન્ટેડ ફરારી‘ ની યાદીમાં સામેલ કર્યો છે અને તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી માહિતી આપનાર માટે ૧ મિલિયન યુએસ ડોલર સુધીના ઈનામની જાહેરાત કરી છે. સોમવારે (સ્થાનિક સમય મુજબ) હ્લમ્ૈં દ્વારા […]
ભારતનું એસ્સાર ગ્રુપ અમેરિકામાં ૧૮ અબજ ડોલરનો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે
અમેરિકન પ્રમુખે એસ્સાર ગ્રુપના રોકાણને અમેરિકાના ઇતિહાસનો ‘સૌથી મોટો‘ પ્લાન્ટ ગણાવ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ ‘એસ્સાર ગ્રુપ‘ તેની પેટાકંપની ‘મેસાબી મેટાલિક્સ‘ દ્વારા આયોવા રાજ્યમાં અમેરિકાના ઇતિહાસના “સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ”ના નિર્માણ માટે ૧૮ અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મેસાબી મેટાલિક્સના અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટની […]
ઈરાને પરમાણુ હથિયારો મામલે ટ્રમ્પને ‘મોટા જૂઠા‘ ગણાવ્યા
‘ઈરાન પરમાણુ હથિયારો મેળવવાના પ્રયાસમાં નથી‘: ઈરાની ગાર્ડ કોર્પ્સના પ્રવક્તાએ અમેરિકાનો દાવો નકાર્યો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકાના દાવાઓને નકારી કાઢ્યા છે અને સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “મોટા જૂઠા” ગણાવ્યા છે. મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, ૈંઇય્ઝ્રના પ્રવક્તા હોસૈન મોહેબ્બીએ કહ્યું, “દુશ્મન જાણે છે કે ઈરાન પરમાણુ હથિયારો […]
નેપાળમાં હવામાનની તાજેતરની આફતમાં ૨૭ લોકોનાં મોત, ૪ લાપતા; ભયાનક દ્રશ્યો સામે આવ્યા
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને તેને સંબંધિત ઘટનાઓને કારણે ૨૭ લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર હવામાનના આ પ્રકોપના દ્રશ્યો વાયરલ થયા છે અને સ્થાનિક લોકોમાં નવી ચિંતાઓ જન્મી છે. નેપાળના ગૃહ મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ૨૪ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ચાર લોકો ગુમ થયા છે અને અન્ય આઠ લોકો […]
નેપાળના હિમ્લંગ હિમાલ શિખર પર હિમસ્ખલન: ૨ના મોત, ૧૦ લાપતા
પાડોશી દેશ નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા હિમલંગ હિમાલ શિખર પર હિમસ્ખલન થવાથી બે લોકોના મોત થયા હતા અને અન્ય ૧૦ લોકો ગુમ થયા હતા. નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭,૧૨૬ મીટર ઊંચા હિમલંગ હિમાલ શિખરના બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઈ ગયો હતો, જેમાં નવ પર્વતારોહકો અને ૧૩ સહાયક કર્મચારીઓ આશરો લઈ રહ્યા […]
૧૦ વર્ષમાં વડાપ્રધાન મોદીની પ્રથમ કેનેડા મુલાકાત: CEPA કરારને આખરી ઓપ આપવામાં બંને દેશો કેટલા નજીક છે?
ભારત અને કેનેડા તેમના સંબંધોને “ઉચ્ચ સ્તર” પર લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો એક મહત્વપૂર્ણ વેપાર કરારને આખરી ઓપ આપવા માટે કામ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં કેનેડાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. બંને દેશો ‘કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ‘ અંગે વાટાઘાટો કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં […]
કેનેડાની અમુક વસ્તુઓ પર યુ.એસ. દ્વારા લાદવામાં આવેલી આયાતબંધી આ અઠવાડિયે અમલમાં આવશે
કેનેડાની અમુક ચોક્કસ વસ્તુઓ પર યુ.એસ. દ્વારા આયાત પ્રતિબંધો આ અઠવાડિયે અમલમાં આવવા જઈ રહ્યા છે; બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધમાં આ એક નવું પગલું છે. આ પ્રતિબંધ મંગળવારે મધ્યરાત્રિએ (૧૨:૦૧ વાગ્યે) અમલમાં આવશે. આ અંતર્ગત કેનેડામાં બનેલા ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો, તેમજ આલ્કોહોલિક પીણાં અને કેનેડામાં બનેલી મોટરસાયકલોની આયાત પર સંપૂર્ણ […]










