લિસ્મોર ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નાસાએ એક ઓસ્ટ્રેલિયાની બનાવટની એક રોવર ગાડીને ચંદ્ર ઉપર મોકલવા સમજૂતિ ઉપર સહિ-સિક્કા કર્યા છે. આ રોવર ચંદ્ર ઉપરથી ખડકો એકત્ર કરીને પૃથ્વી ઉપર લાવશે અને ત્યારબાદ વિશ્વની અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતી લેબોરેટરીઓમાં તેમાંથી માનવીના શ્વાસમાં લઇ શકાય એવો ઓક્સિજન છૂટો પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ચંદ્રનો જે ખડકાળ પ્રદેશ છે તેમાં […]
International
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પુજારા વાઈસ કેપ્ટન
ન્યુઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ૧૬ ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અજિંક્ય રહાણે પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા આ મેચમાં વાઈસ-કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી ્-૨૦ સિરીઝ અને પહેલી મેચ નહીં રમે. તે બીજી મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરશે. રોહિત શર્માને ્૨૦ૈ કેપ્ટન […]
વ્યક્તિ દ્વારા લાફો મારવાની નોકરીમાં યુવતીને રાખી
વોશિંગ્ટન, ઉદ્યોગપતિ હોવાની સાથે મનીષ શેઠી એક બ્લોગર પણ છે. એવું જણાવાયું છે કે મનીષને ફેસબુકની લત હતી, તેથી જ્યારે તેઓ કામ કરતા ત્યારે તેઓ આ મહિલાને પોતાની બાજુમાં બેસાડતા, જેથી જાે તેમનું કામથી ધ્યાન ભટકે ને ફેસબુક પર જાય તો ત્યારે તે મહિલા તેમને એક લાફો ઝીંકી દે. જેથી મનીષ ફેસબુક છોડીને ફરી પોતાનું […]
જાપાનમાં ટ્રેન ડ્રાઈવર દ્વારા રેલ કંપની પાસે ૧૪ લાખનું વળતર માગ્ય
ટોક્યો, જાપાનમાં ટ્રેન, બસ જેવા જાહેર પરિવહનના સાધનો ડેસ્ટિનેશન પર મોડા પહોંચે તો જે-તે કંપનીએ મુસાફરોની માફી માગવી પડે છે. ટ્રેનો ટોક્યોની લાઇફલાઇન ગણાય છે. રોજ લાખો લોકો તેમાં મુસાફરી કરીને તેમના વર્કપ્લેસ પર પહોંચે છે. એવામાં થોડી મિનિટોનો વિલંબ થાય તો તેમને આગળની ટ્રેન નથી મળતી. તેના કારણે ટ્રેન કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે બહુ […]
બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવી શકે છે
જકાર્તા, ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા […]
ગૂગલને દંડ ભરવા સામેની અપીલ યુરોપ કોર્ટે ફગાવી
લંડન યુરોપિયન યુનિયને દંડ ભરવા સામે દાખલ કરેલી ગૂગલની અપીલ ફગાવી દઇને દંડને યોગ્ય ઠેરવ્યો છે. ગૂગલે વધુમાં જણાવ્યું છે કે તેણે યુરોપિયન યુનિયનના ર્નિણય પછી પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. ગૂગલે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી નવી નીતિ પર સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. યુરોપિયન મીડિયાના જણાવ્યા અનુસાર ગૂગલ […]
ડબ્લ્યુટીએ ફાઈનલ્સનો ટોપ-૮ પ્લેયર્સ સાથે પ્રારંભ
મેક્સિકો વિશ્વની બીજી ક્રમાંકિત આર્યના સબાલેન્કો અને ૨૦૨૦ની ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ વિજેતા ઇગા સ્વિયાતેક એક જ ગ્રૂપમાં છે. ચાર-ચાર ખેલાડીઓના બે ગ્રૂપ છે. કોવિડ-૧૯ના કારણે પ્રવાસ સંબંધી પ્રતિબંધોના કારણે આ ટૂર્નામેન્ટને ચીનથી ખસેડીને મેક્સિકોમાં આયોજિત કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટ માટે સોમવારે થયેલા ડ્રોમાં સબાલેન્કો અને સ્વિયાતેકના ગ્રૂપમાં ગ્રીસની મારિયા સક્કારી, સ્પેનની પાઉલા બડોસા પણ […]
અરૂણાચલમાં ચીને જમીન પચાલી ગામ વિકસાવ્યું પરંતુ ભારત કેમ મૌન ?
વોશિંગ્ટન અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન સંસદને જણાવ્યું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) સરહદીય વિવાદોના કારણે ભારત અને અમેરિકા નજીક આવે તેમ ઈચ્છતું નથી. ચીનના અધિકારીઓએ અમેરિકન અધિકારીઓને ભારત સાથે ચીનના સંબંધોમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી છે. પેન્ટાગોને કહ્યું કે, મે ૨૦૨૦ની શરૂઆતમાં ચીની સૈન્યે સરહદ પારથી ભારતીય નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસણખોરી શરૂ કરી અને […]
ચીન સામે ટક્કર લેવા અમેરિકાની વ્યાપક યોજના
અમેરિકા-ચીન, અમેરિકી પ્રતિનિધિ મંડળે ઓક્ટોબરની શરૂઆતમાં ઈક્વેડોર, પનામા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. પરંતુ એક પણ એશિયાઈ દેશનો ઉલ્લેખ કર્યો નહતો. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, ય્-૭દેશોની આ પહેલથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ૪૦ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાશે અને ચીને શરૂ કરેલી ‘દેવાંની પ્રથા’ સામે વિકલ્પ રજૂ થશે. અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા […]
પાકિસ્તાનને ચીને સૌથી અત્યાધુનિક વોરશિપ આપ્યું
બેઈજિંગ ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન લિમિટેડે ડિઝાઈન કરેલું અને બનાવેલું વોરશિપ શાંઘાઈમાં એક કમિશન સમારંભમાં પાકિસ્તાની નૌકાદળને સોંપાયું હતું. પાકિસ્તાની નૌકાદળે આ ટાઈપ ૦૫૪એ/પી ફ્રિગેટને પીએનએસ તુગરિલ નામ આપ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે તુગરિલ ચાર પ્રકારના ૦૫૪ ફ્રિગેટનો પહેલો ભાગ છે, જેનું નિર્માણ પાકિસ્તાની નૌકાદળ માટે કરાઈ રહ્યું છે. ટાઈપ ૦૫૪ ફ્રિગેટ માટે બંને […]






